મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો


SHARE







મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો

મોરબી જિલ્લામાં જુદા જુદા ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે તેવામાં મોરબી તાલુકા વિસ્તારની અંદર ગેસના ટેન્કરમાંથી ગેસની ચોરી કરવા માટે કટિંગ કરવાના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપી લેવામાં આવેલ છે અને તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ કરવામાં આવી છે

મોરબી માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થતા પ્રોપેન ગેસ ભરેલા ટેન્કરોને રોકીને તેમાંથી ગેસની જોખમી રીતે ચોરી કરવામાં આવતી હોય તેવું અગાઉ અનેક વખત સામે આવ્યું છે તેવામાં મોરબી તાલુકા વિસ્તારમાં ગેસ ચોરીનો જે બનાવ સામે આવેલ હતો અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ હતો તેમાં છેલ્લા દોઢ વર્ષથી આરોપી નાસતો ફરતો હોય તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એસ.ઘેટીયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં ટેકનિકલ વર્કઆઉટ કરીને બાતમીના આધારે ગેસ કટીંગના ગુનામાં સંડોવાયેલ આરોપી ભગીરથ મેઘારામ બિશ્નોઈ રાજસ્થાનના સાચોર વિસ્તારમાં હોય ત્યાં જઈને તેને તાલુકા પોલીસની ટીમ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારબાદ આરોપી ભગીરથ મેઘારામ બિશ્નોઈ (35) રહે. બાગલી તાલુકો ચિતલવાના રાજસ્થાન વાળાને મોરબી લઈ આવીને તેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની વાત કરી હતી






Latest News