ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ


SHARE







મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ

ટંકારાના ઓટાળા ગામના વતની કેતનભાઈ મણીલાલ દેસાઈના પુત્રનો કેર હેલ્થ ઇન્સ્યોરન્સ હોય તાવની બીમારીમાં આઠ લાખનો ખર્ચ થતા વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતા તેઓ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા નામદાર કોર્ટે વીમા કંપનીને કેતનભાઈને રૂપિયા આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ કરેલ છે.

આ કેસ ની વિગત એવી છે કે ટંકારા તાલુકાના ઓટાળા ગામના વતની શ્રી કેતનભાઈ મણીલાલ દેસાઈ ના પુત્રનો કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની નો મેડીકલ વીમો હતો તેમના દિકરાને તાવ આવતો હોઈ તેને તેના દિકરાને તા.૮-૧-૨૫ થી તા.૧૧-૧-૨૫ સુધી મોરબી વેદાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ ત્યાં તેની તબીયમ સારી ના થતા તા.૧૯-૧-૨૫ થી મુંબઇ વડીયા હોસ્પિટલમાં દાખલ કરેલ ત્યાં થી તા.૮-૨-૨૫ ના રોજ રજા આપવામાં આવેલ, ફરી થોડા દિવલ પછી તાવ આવતા રાજકોટ દાખલ કરવામાં આવેલ પરંતુ કમનશીબે તેના પુત્રનું તા.૨-૯-૨૫ ના રોજ અવશાન થયેલ આ તમામ ખર્ચ રૂા. ૮,૦૦,૦૦૦ નો ખર્ચ થયેલ.વીમા કંપનીમાં માંગણી કરતા વીમા કંપનીએ રેપ્યુડ લેટરથી વીમો ના મંજુર કરેલ અને આ બીમરી છુપાવી હતી તેથી વીમો મળે નહીં તેથી કેતનભાઈને અસંતોષ થતા તેને મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવેલ. નામદાર કોર્ટે એ કહયું કે રેપ્યુડ લેટરથી વીમો ના મંજુર થાય નહી. ગ્રાહક પાસે મેડીકલ પોલીસી લીધેલ છે અને પ્રિમીયમ પણ ભરે છે માટે તેના ખર્ચની રકમ રૂા. ૮૦૦૦૦૦/-અંકે રૂપિયા આઠ લાખ પુરા તા.૨૦-૪ થી છ ટકાના ચડતા વ્યાજ સાથે ચુકવવા અને રૂા. ૫૦૦૦ ખર્ચના આપવાનો હુકમ કરવામાં આવેલ છે. એક માસમાં વીમા કંપની રકમ ના આપે તો નવ ટકા લેખે વ્યાજ આપવાનું રહેશ. ગ્રાહકે પોતાના હક માટે હમેશા લડવું જોઈએ.ગ્રાહકને કોઈપણ જગ્યાએ ગ્રાહક તરીકે અન્યાય થાય તો પોતાના હિત હકક માટે હમેશાં લડવું જોઈએ. કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮રપ૭ ૯૦૪૧૨) અથવા ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતાનો સંપર્ક કરવા જણાવાયેલ છે.






Latest News