હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે


SHARE







હળવદના વેગડવા ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે

ગુજરાતમાં ખાનગી કંપનીઓ દ્વારા વીજપોલ ઉભા કરવામાં આવે છે તેની સામે પૂરા અને પહેલા વળતરની માંગ સાથે આંદોલન કરવામાં આવે છે તેવામાં મોરબી જીલ્લામાં એમઆરસી કમિટીની પ્રથમ બેઠક મળી હતી જેમાં હળવદના વેગડવા ગામે ખેડૂતોને પહેલા મળી રહ્યું હતું તેના કરતા હાલમાં ત્રણ થી ચાર ગણું વળતર મળ્યું છે જેથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે અને મોરબી જિલ્લાના કલેક્ટર અન્ય ગામના ખેડૂતોને પણ એમઆરપી કમિટીમાં પોતાનો પ્રતિનિધિ આપવા માટે અપીલ કરી છે

મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે જે આંદોલન હાલમાં સમગ્ર ગુજરાતમાં ગુંજી રહ્યું છે અને આજે પણ ખેડૂતો તેની ચાર ગણા વળતરની માંગણી ઉપર મક્કમ છે દરમ્યાન સરકાર દ્વારા તા 4/7/26 ના રોજ જે નવો પરિપત્ર જાહેર કરાયો હતો. તેમાં ખેડૂતની જમીનની માર્કેટ વેલ્યુના બમણા રૂપિયા ખેડૂતોને આપવા માટે એમઆરસી કમિટીની રચના કરવાની હતી અને તેમ કલેક્ટર, કંપની અને ખેડૂતના વેલ્યુઅર દ્વારા જમીનનો ભાવ નક્કી કર્યા હતા અને તેની ચિઠ્ઠી નાખીને રેન્ડમલી બે ભાવ લઈને તેના આધારે ખેડૂતોને મળવા પાત્ર વળતર જાહેર કરવામાં આવ્યું હતું.

ઉલેખનીય છે કે, સરકારના નવા પરિપત્રનો વિરોધ કરીને મોટાભાગના ગામમાં ખેડૂતો એમઆરસી કમિટીમાં પોતાના પ્રતિનિધિ આપતા ન હતા તેવા સમયે હળવદના વેગડવાવ ગામે વીજપોલ અગાઉ ઊભા કરી દેવામાં આવેલ છે અને ખેડૂતોને વળતર પણ આપી દેવામાં આવ્યું છે તેવામાં આ ગામે એમઆરસી કમિટીમાં પોતાનો પ્રતિનિધિ આપ્યો હતો અને ખેડૂતોની જમીનનો વેલ્યુઅર દ્વારા ભાવ નક્કી કરવામાં આવ્યા બાદ ગઇકાલે કલેક્ટર કચેરીમાં એમઆરસીની પ્રથમ બેઠક મળી હતી જેમાં વેગડવાવ ગામના ખેડૂતોને અગાઉ જે વળતર મળતું હતું તેનાથી ત્રણથી ચાર ગણું વળતર હવે મળશે.

આજે પત્રકાર પરિષદમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, અગાઉ જે ખેડૂતને 14.75 લાખ રૂપિયા મળતા હતા તે ખેડૂતોને હવે 58 લાખથી વધુ વળતર મળે છે. આમ ખેડૂતોની માંગણી હતી કે તેઓને ચાર ગણું વળતર મળે તે મુજબ હવે ત્રણ થી ચાર ગણું વળતર મળી રહ્યું છે. જ્યારે વેગડવાઓ ગામના ખેડૂત ભાવેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે તેઓની જુદીજુદી ત્રણ જગ્યાએ જમીન આવેલ છે અને તેની સામે તેઓને પહેલા જે વળતર મળ્યું હતું તેની સામે હાલમાં તેઓને 3 ગણું વળતર મળી રહ્યું છે અને તેઓના જ ગામમાં અમુક ખેડૂતોને ચાર ગણું પણ વળતર મળ્યું છે. જો કે, એમઆરસી કમિટીમાં હવે બીજા ગામના ખેડૂતો જોડાશે કે કેમ તે હાલમાં કહેવું મુશ્કેલ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે વેગડવાવ ગામના ખેડૂતોના ખેડતોમાં અગાઉ વીજપોલ ફિટ થઈ ગયા છે અને તેઓને અગાઉ જે વળતર મળી રહ્યું હતુ તેની સામે કોઈ વાંધો ન હતી અને તેઓએ પહેલા જે વળતર મળતું હતુ તે સ્વીકારી પણ લીધું હતું જો કે, હવે એમઆરસી મુજબ તેઓને વધારનું વળતર મળી રહ્યું છે જેથી તેઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે પરંતુ આ ગામ અગાઉ જેતપરના આંદોલન સાથે જોડાયેલ ન હતું તેના નિર્ણયની ખેડૂતો ઉપર કેવી અસર થશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News