ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત


SHARE







હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત

હળવદના ઢવાણા ગામે રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું જ્યારે મોરબીના લાલપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને તાવની બીમારી હોય બીમારી સબતેનું મોત નીપજયું હતું આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી

હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા માનસિંગભાઈ કુશલભાઈ દુધરેજીયા (45) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના દીકરા નિકુલભાઇ માનસિંગભાઈ દુધરેજીયા (22) રહે. ઢવાણા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે જયારે મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ સ્લોગન સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા પરિવારની સરસ્વતીસિંગે બામણીયાભાઈ કુડા નામની ત્રણ વર્ષની બાળકીને તાવની બીમારી હોય બીમારી સબતેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની જયંતિસિંગે બામણીયાભાઈ કુડા હાલ રહે.લાલપર મોરબી એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા સ્ટાફના અરજણભાઈ ગારિયાએ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News