મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતમાં લંપી વાયરસના મોત માટે માલધારીને સહાયનો ઠરાવ કરવામાં ભાજપ-કોંગ્રેસ આમનેસામને


SHARE







મોરબી જિલ્લા પંચાયતમાં લંપી વાયરસના મોત માટે માલધારીને સહાયનો ઠરાવ કરવામાં ભાજપ-કોંગ્રેસ આમનેસામને

મોરબી જિલ્લામાં લંપીના લીધે ઘણા ગૌવંશોના મોત થાય છે જેથી પશુપાલકોની સ્થિતિ દાયનીય બની ગયેલ છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતમાં યોજાયેલ સામાન્ય સભામાં વિપક્ષના નેતા સહિતના સભ્યો દ્વારા લંપીના લીધે મૃત્યુ પામેલ પશુધન માટે સહાય આપવાનો ઠરાવ કરીને સરકારમાં રજૂઆત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જેના મુદે ભાજપ અને કોંગ્રેસ આમનેસામને આવી ગયા હતા અને ભારે માથાકૂટ પછી પશુધન માટે સહાયના ઠરાવ માટે સભમા મતદાન કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસના સભ્યોએ ઠરાવની તરફેણમાં અને ભાજપના સભ્યોએ વિરુદ્ધમાં મતદાન કર્યું હતું

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરના અધ્યક્ષ સ્થાને આજે મોરબી જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા રાખવામા આવી હતી જેમાં ચેરમેનો  સહિતના ભાજપ અને કોંગ્રેસનાં સભ્યો હાજર રહ્યા હતા ત્યારે મોરબી જિલ્લામાં લંપીના લીધે ઘણા ગૌવંશોના મોત થાય છે જેથી પશુપાલકોની સ્થિતિ દાયનીય બની ગયેલ છે જેથી કરીને કોંગ્રેસનાં સભ્ય નવઘણભાઈ મેઘાણી દ્વારા માલધારીઓને સહાય માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો તે મુદે સભાનું વાતાવરણ ગરમાયું હતું અને વિપક્ષના નેતા ભૂપતભાઇ ગોધાણી સહિતના સભ્યો દ્વારા લંપીના લીધે મોરબી જીલ્લામાં મૃત્યુ પામેલ પશુધન માટે પશુપાલકોને સહાય આપવાનો ઠરાવ કરીને સરકારમાં રજૂઆત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે શાસક પક્ષના સભ્યો દ્વારા સરકાર લંપીને રોકવા માટે કામ કરી જ રહી છે અને રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે તેવી દલીલ કરવામાં આવી હતી જો કે, વિપક્ષ  દ્વારા મંત્રીઓને મૌખિક રજૂઆતો ભલે કરવામાં આવી હોય તો પણ સભામાં ઠરાવ કરીને સરકારમાં મોરબી જિલ્લાની રજૂઆત પહોચાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે ભાજપ કોંગ્રેસનાં સભ્યો આમનેસામને આવી ગયા હતા

જો કે, શાસક પક્ષ તેમજ ભાજપ સરકાર ઉપર કોંગ્રેસનાં સભ્યો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવતા ઠરાવ માટે મતદાન કરવામાં આવ્યું હતું અને માથાકૂટના અંતે કરવામાં ઠરાવ માટેના મતદાનના સમર્થનમા કોંગ્રેસનાં તમામ સભ્યોએ મતદાન કર્યું હતું જો કે, આ ઠરાવના વિરોધમાં ભાજપના સભ્યોએ મતદાન કર્યું હતું અને ત્યાર બાદ બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ લંપી વાયરસથી જીલ્લામાં જે પશુના મોત થાય તેનો કોંગ્રેસના હોદેદારો અને સભ્યો દ્વારા સર્વે કરીને આપવામાં આવશે તો જેટલા પશુઓ મર્યા હશે તે તમામ પશુ દીઠ તેના દ્વારા તેના મલીકને ૧૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવશે ત્યાર બાદ આ સભામાં ચાર કરોડથી વધુના કામોને  સ્વંભંડોળમાંથી સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી તેમજ કેટલાક સભ્યો દ્વારા મર્યાદા કરતાં વધુ રકમના આયોજન કરીને આપવામાં આવ્યા હતા જેથી કરીને તેમાંથી વધારાના કામોને હટાવવા માટે કહેવામા આવ્યું હતું અને ૨.૯૭ કરોડની રેતી રોયલ્ટીની વહીવટી મંજૂરી સહિતના કામોનો મંજૂર કરવામાં આવ્યા હતા 




Latest News