મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના આરોગ્ય વિભાગમાં એજન્સીએ હલકી ગુણવત્તાની મશીનરી પધરાવી દીધી !: ચેરમેન લાલઘૂમ


SHARE







મોરબી જીલ્લાના આરોગ્ય વિભાગમાં એજન્સીએ હલકી ગુણવત્તાની મશીનરી પધરાવી દીધી !: ચેરમેન લાલઘૂમ

મોરબી જિલ્લામાં લોકોની આરોગ્ય લક્ષી સેવામાં વધારો કરવા માટે રૂપિયા ૨૦ લાખની મશીનરી મંગાવવામાં આવી હતી જો કે, જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું તેને ટેન્ડરના સ્પેશિફિકેશન મુજબ માલ આપવાના બદલે હલકી ગુણવત્તાનો માલ સપ્લાઈ કર્યો હતો જેની આરોગ્ય સમિતિના ચેરમેનને જાણ થતાં તેને તપાસ કરવી હતી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો અને હાલમાં એજન્સીનું બિલ રોકી દેવામાં આવ્યું છે અને જિલ્લા પંચાયત સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાથી એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં માટેની કવાયત કરવામાં આવી છે અને કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવે તેવી શ્કાયતા છે

મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી તેમાં તેઓએ જણાવ્યુ હતું કે, વાંકનેર તાલુકાના દલડી, લુણસર, મેસરિયા, તિથવા, કોઠી અને સિંધવદર તેમજ ટંકારાના સાવડી ગામના આરોગ્ય કેન્દ્ર માટે બાયોકેમેસ્ટ્રી એનેલાઈઝર, સેલ કાઉન્ટર, ઇસીજી મશીન તથા ડિલિવરી બેડ ખરીદવા માટેનું ઓનલાઈન ટેન્કર કરવામાં આવ્યું હતું અને મેરિલ કંપનીને તેનું કામ આપવામાં આવ્યું હતું જેથી કરીને આ એજનસી દ્વારા મશીનરી સીધી જ જે તે સેન્ટર ઉપર મોકલાવી દેવામાં આવી હતી જો કે, તે ટેન્ડરના નોટિફિકેશન મુજબની ન હોવાનું તેઓના ધ્યાન ઉપર આવ્યું હતું જેથી તેમણે આરોગ્ય અધિકારીને જાણ કરીને મશીનરીને ચેક કરવી હતી ત્યારે તે ટેન્ડર મુજબની ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તે મશીનરીને હાલમાં મૂકી દેવામાં આવી છે અને એજન્સીનું બિલ રોકી દેવામાં આવ્યું છે આટલું જ નહીં જિલ્લા પંચાયત સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાથી આ એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માટેની કાર્યાવહી કરવામા આવી છે તેમજ તેની સામે અધિકારીઓનાં માર્ગદર્શન મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ શક્યતા છે






Latest News