મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની તપોવન વિદ્યાલય SVS મોરબી તાલુકા કક્ષાનો કલા-ઉત્સવ ઉજવાયો


SHARE







મોરબીની તપોવન વિદ્યાલય SVS મોરબી તાલુકા કક્ષાનો કલા-ઉત્સવ ઉજવાયો

સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્યો જેવા કે, ચિત્રકલા,કાવ્યરચના,સંગીતગાયન અને સંગીતવાદનના આધારે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કળા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે આઝાદી કાઅમૃત  મહોત્સવકાર્યક્રમ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમના ભાગરૂપે કલાઉત્સવમાં શાળા કક્ષાથી રાજ્યકક્ષા સુધીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે મોરબીના શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલના કન્વીનર નરેશભાઇ સાણજાના જણાવ્યા મુજબ G.C.E.R.T. ગાંધીનગર તરફથી આ વર્ષના કલાઉત્સવમાં જુદી જુદી ચાર સ્પર્ધા જેવીકે રાષ્ટ્રદવજ નિર્માણની ઐતિહાસિક ઘટનાનું નિરૂપણવિશેની ચિત્રસ્પર્ધા, “મારો વ્હાલો તિરંગોશૌર્ય ગીતોની કાવ્ય રચના સ્પર્ધા, “ઝંડા ઉચા રહેવિષય પર સંગીત ગાયન સ્પર્ધા અને હર ઘર તિરંગાવિષય પર સંગીત વાદન સ્પર્ધાનું આયોજન કરેલ છે. જે અનુસંધાને તપોવન વિદ્યાલય ખાતે એસવીએસ મોરબી તાલુકા કક્ષાની સ્પર્ધામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાથી કુલ ૭૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. અને દરેક સ્પર્ધામાંથી વિભાગ મુજબ પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે ૫૦૦, ૩૦૦ અને ૨૦૦ રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કલાઉત્સવમાં દરેક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી હવે પછી જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં તપોવન વિદ્યાલયના ચેરમેન અશોકભાઈ રંગપરીયા હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા વિકાસ સંકુલના કન્વીનર નરેશભાઇ સાણજા તથા સહકન્વીનર અતુલભાઈ પાડલીયા દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News