હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રબારી સમાજને રાજકીય ક્ષેત્રે અન્યાય ન થાય અને પ્રતિનિધિત્વની પૂરી તક આપવા કરાઇ રજૂઆત


SHARE











મોરબી જિલ્લામાં રબારી સમાજને રાજકીય ક્ષેત્રે અન્યાય ન થાય અને પ્રતિનિધિત્વની પૂરી તક આપવા કરાઇ રજૂઆત

મોરબીમાં રહેતા રબારી સમાજના આગેવાન દ્વારા નામદાર નિવૃત ન્યાયમૂર્તિ કે.એસ. ઝવેરીના અધ્યક્ષપણા હેઠળ રચાયેલ સમર્પિત આયોગને અધિક કલેક્ટર મારફતે રજુઆત કરવામાં આવી છે અને આ સમાજને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં સમાજની વસ્તી સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને રાજકીય ક્ષેત્રે કોઈ અન્યાય ન થાય અને પ્રતિનિધિત્વ કરવાની પૂરી તક આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા રમેશભાઈ રબારી દ્વારા જિલ્લાના અધિક કલેટરને લેખિતમાં રજૂઆત કરીને નામદાર નિવૃત ન્યાયમૂર્તિ કે.એસ. ઝવેરીના અધ્યક્ષપણા હેઠળ રચાયેલ સમર્પિત આયોગને રજુઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રબારી  સમાજ આજની તારીખે પણ રખડતુ અને ભટકતુ જીવન પશુપાલન સાથે જીવે છે આ સમાજની મોરબી જિલ્લામાં આશરે ૩૦,૦૦૦ થી પણ વધુ મતદારો ધરાવીએ છીએ અને સમાજ ઓબીસીમાં પણ સમાવેશ કરવામાં આવેલ છે મુખ્યત્વે સમાજના લોકોનો વ્યવસાય આજની તારીખે પણ ઘેટા, બકરા અને પશુપાલન તેમજ પશુ ચરાવવાનો છે આ સમાજમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ નહિવત છે

સમગ્ર જિલ્લામાં ધો. ૧૦ પાસ સમાજના લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે તેમજ સ્નાતક નહિવત જ છે અને કન્યા શિક્ષણ નહિવત છે શિક્ષણના અભાવે જાગૃતિનો ખૂબ જ અભાવ છે અને ભાગના લોકો પાસે જીવનનિર્વાહ માટે ખેતીની જમીન ખૂબ જ ઓછા લોકો પાસે છે જયારે મોટા ભાગના લોકો ભૂમિ હિન સ્થિતિમાં અન્ય કામ કે મજુરી કરી રહ્યા છે અને ઘણા લોકોને તો પાકા મકાન પણ નથી સ્થાનિક સ્વરાજની સંસ્થામાં પ્રતિનિધિત્વઃ મુખ્યત્વે ગુજરાત રાજયમાં દરેક સ્તરે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આવેલી છે અને આ જિલ્લામાં સામાજ નહીવત પ્રતિનિધિત્વ ધરાવે છે અને આ સમાજને પુરતુ રાજકીય પ્રતિનિધિત્વ આપવા માટે પુરતી તક મળેલ નથી તેમજ વસ્તી તથા વ્યવસાય સમગ્ર જિલ્લામાં વધુ વસતી હોવા છતાં પણ રાજકીય રીતે પુરતુ અને પર્યાપ્ત પ્રતિનિધિત્વ નથી તો તેમના બંધારણીય અને કાયદાકીય અધિકાર માટે યોગ્ય રાજકીય અનામત માટે રજુઆત કરી છે અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં સમાજની રાજકીય ક્ષેત્રે કોઈ અન્યાય ન થાય તેવી રજુઆત છે






Latest News