મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં લાખો રૂપિયાનો દારૂ સપ્લાઈ કરનારા રાજસ્થાની બુટલેગરની ધરપકડ: સાત દિ’ના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીમાં લાખો રૂપિયાનો દારૂ સપ્લાઈ કરનારા રાજસ્થાની બુટલેગરની ધરપકડ: સાત દિના રિમાન્ડ મંજૂર

મોરબીના શનાળા ગામથી રાજપર જવાના રસ્તા ઉપર આવેલા કારખાનામાં સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ૬૨૨ પેટીથી વધુ દારૂ અને ટ્રક સહિત કુલ ૪૨ લાખથી વધુનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો જે ગુનામાં મોરબીમાં લાખો રૂપિયાની કિંમતનો દારૂ સપ્લાઈ કરનારા રાજસ્થાની બુટલેગરની એલસીબીના પીએસઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબીના શનાળા ગામથી રાજપર જતાં રસ્તા ઉપર સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા દારૂની રેડ કરવામાં આવી હતી. અને રામદેવપીરના મંદિર પાસે આવેલ આશીર્વાદ ઈમ્પેક્ષ નામના કારખાનામાં રેડ કરી હતી ત્યારે ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની ૭૪૬૪ બોટલો મળી આવી હતી જેથી ૩૨ લાખનો દારૂ અને ટ્રક સહિત અંદાજે ૪૨ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને ટ્રકના ડ્રાઈવર ચુનારામ મોટારામ ગોડારા જાતે જા રહે. રાવતસરપ્રેમ સાગર જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને તે ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછમાં આશીર્વાદ ઇમ્પેક્ષના માલિક ડેનિસ કાંતિલાલ પટેલ દ્વારા માલ મંગાવવામાં આવ્યો હતો અને આ દારૂનો જથ્થો મૂળ ભીમકટા અને હાલ શનાળામાં રહેતા મૂળરાજસિંહ અજીતસિંહ જાડેજાએ મંગાવી આપ્યો હતો તેવી માહિતી સામે આવી હતી જેથી કરીને દારૂ મંગાવનાર અને મોકલાવનાર સહિતનાની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી દરમ્યાન આ કેસની તપાસ એલસીબીના પીએસઆઈ એન.એચચુડાસમાને સોપવામાં આવી હોય તેને મોરબીમાં લાખો રૂપિયાની કિંમતનો દારૂ સપ્લાય કરનારા રાવતરામ ચેતનરામ કુકણા જાતે જાટ (૪૬) રહે. ગોલિયા જેતમલ ગામ કુકણા કી ઠાણી તાલુકો જુંડા માલાણી રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીને રિમાન્ડની માંગણી  સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેથી કોર્ટે તેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરતાં આગામી ૧૨ તારીખ સુધી પોલીસ દ્વારા દારૂના નેટવર્કને ભેદવા માટે તેની પૂછપરછ કરવામાં આવશે




Latest News