મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં દૂધ થી લઈને દારૂ સુધીના ધંધાની એક મહિનો માઠી !


SHARE







મોરબીમાં દૂધ થી લઈને દારૂ સુધીના ધંધાની એક મહિનો માઠી !

મોરબીની આસપાસના વિસ્તારમાં સીરામીકના નાના મોટા ૮૦૦ થી વધુ યુનિટ આવેલા છે જેમાં આગામી ૧૦ તારીખથી ઉત્પાદન અને ૧૫ ઓગસ્ટથી એક મહિના સુધી લોડીંગ બંધ થવાનું છે જેથી કરીને આ ઉદ્યોગમાં લોકોનો ધમધમાટ હોવાના લીધે હાઇવે સહિતના વિસ્તારોમાં આવેલ હોટલ, ઢબા, ઓટો મોબાઈલ સહિતના ધંધાની એક મહિનો માઠી જેવી પરિસ્થિતી ઊભી થાય તો નવાઈ નથી જેથી કરીને મોરબીનો સિરામિક ઉદ્યોગ બંધ થતાં મોરબીમાં દૂધથી લઈને દારૂ સુધીના ધંધાની એક મહિનો માઠી રહેશે

મોરબી સિરામિક ટાઇલ્સની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં માલની માંગમાં તોતિંગ ઘટાડો જોવા મળી રહ્યો છે જેથી કરીને મોરબી સિરામિક એસો. દ્વારા સંયુક્ત રીતે આગામી તા. ૧૦ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી એક મહિનો મોરબીના તમામ સિરામિક કારખાનાઓને બંધ રાખવા માટેનો નિર્ણય કર્યો હતો અને ૧૫ તારીખથી સિરામિકના કારખાનામાંથી લોડીંગ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા પણ તેના ૬૦૦ સભ્યોને સાથે મિટિંગ કરીને સર્વાનુમતે આગામી ૧૫ તારીખથી એક મહિના સુધી ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે ત્યારે જો વાત કરીએ અન્ય ધંધાની વાત કરીએ તો મોરબીમાં દૈનિક માલની હેરફેરી કરવા માટે દોડતા ૫૦૦૦ થી વધુ ટ્રકના પૈડાં ૧૫ ઓગસ્ટથી થંભી જશે જેથી કરીને મોરબીમાં દૂધ થી લઈને દારૂ સુધીના ધંધાની એક મહિનો માઠી જેવી પરિસ્થિતી જોવા મળશે વધુમાં સૂત્રોના કહેવા પ્રમાણે સિરામિક કારખાના અને ટ્રક બંધ થવાના લીધે હોટલ, ઢબા, ઓટો મોબાઈલ સહિતના ધંધા પણ બંધ થઈ જશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી 




Latest News