મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વીજ કંપનીએ કારખાનેદારને આપ્યું ૮૦ લાખનું પાવર ચોરીનું બિલ


SHARE







મોરબી જીલ્લામાં વીજ કંપનીએ કારખાનેદારને આપ્યું ૮૦ લાખનું પાવર ચોરીનું બિલ

વડોદરા જીયુવીએનએલ વિજીલન્સ વિભાગની ટીમો દ્વારા સ્થાનીક નાયબ ઇજનેરને સાથે રાખીને અનુપમસીંઘ ગહલોત અને એચ.આર.ચૌધરીની સુચના અને માર્ગદર્શનથી વાંકાનેરના પંચાસીયા ગામે પીજીવીસીએલના અંતરીયાળ ઓધૌગીક વીજ જોડાણ એવા પટેલ ફ્યુઅલમાં ચેકીંગ રેઇડ કરવામાં આવી હતી. આ નેવુ હોર્સ પાવરના વીજ જોડાણમાં ટ્રાન્સફોર્મરથી ડાયરેક્ટ કેબલ નાખી મીટર બાયપાસ કરતા રંગે હાથ પકડી પાડવામાં આવેલ છે

આ ટીમે સ્થાનીક વાંકાનેર નાયબ ઇજનેર સહિતનાને સાથે રાખીને ૮૦ લાખનું પાવર ચોરીનું બીલ આપ્યું છે અત્રે નોંધનીય છે કે રાજાવડલા ગામમાં નજીકના ભુતકાળમાં બે ઓધૌગીક વિજજોડણોમાં ૧ કરોડની વિજચોરી વડોદરાની ટીમો દ્વારા પકડવામાં આવેલ તેમજ હાલ પણ જે આ વિજચોરી ઓધૌગીક જોડાણમાં પકડાયેલ તેનાથી વિજચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે.તેમજ ઉપરોક્ત પકડાયેલ વિજ ચોરીમાં સ્થાનીક કર્મચારીની સંડોવણી છે કે નહી તે અંગેની તપાસ ચાલુ છે.






Latest News