મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી નજીક સ્કૂલ બસમાં આગ: 30 જેટલા બાળકોનો ચમત્કારી બચાવ:એસપી દ્વારા ચાર પોલીસ કર્મચારીઓને ઇનામ અને સન્માન પત્ર પણ જાહેરાત કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન મંદિર પાસેથી બાઇક ચોરીની ઇ-એફઆઈઆર નોંધાઈ


SHARE







મોરબીના ખોખરા હનુમાન મંદિર પાસેથી બાઇક ચોરીની ઇ-એફઆઈઆર નોંધાઈ

મોરબી જિલ્લામાં લોકોને ઇ એફઆઇઆર માટે પોલીસ દ્વારા જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શ્રીજી પેલેસમાં રહેતા યુવાનનું બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર નજીકથી થોડા સમય પહેલા બાઇક ચોરી થયું હતું જેથી તે યુવાને ઇ એફઆઇઆર નોંધાવી હતી જેથી પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને ૨૦૦૦૦ ની કિંમતનું બાઈક ચોરી કરનારા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

છેલ્લા ઘણા દિવસોથી મોરબીમાં પોલીસ અધિક્ષક સહિતના પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા શાળા કોલેજોમાં જઈને અને વિવિધ જગ્યા ઉપર લોકોને ઈ એફ.આઇ.આર મુદ્દે સમજણ આપવામાં આવી રહી છે ત્યારે મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ સરદાર પટેલ નગરમાં શ્રીજી પેલેસમાં રહેતા ઉજમશીભાઈ ભાણજીભાઈ દલસાણીયા જાતે પટેલ (ઉંમર ૪૨) એ ઇ એફઆઇઆરથી પોતાનું બાઈક ચોરી થયું હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તા. ૮/૪ ના રાત્રિના દસેક વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના ૪ વાગ્યા સુધી મોરબી નજીકના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિરના ગેટ પાસે તેને પોતાનું બાઈક નંબર જીજે ૩ એફએન ૭૪૩૨ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક ચોરી કરી ગયેલ છે જેથી કરીને પોલીસે હાલમાં ઈ એફઆઇઆરની મદદથી મળેલ ફરિયાદને નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મારા મારીમાં ઇજા

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજેશભાઈ સવજીભાઈ આહીર (ઉંમર ૪૧) ને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના બનાવવાની પોલિસે નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી




Latest News