કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા
Breaking news
Morbi Today

ગુજરાતમાં કૃત્રિમ દારૂબંધી છે !, લઠ્ઠાકાંડ માટે સરકાર જ જવાબદાર: શંકરસિંહ વાઘેલા


SHARE







ગુજરાતમાં કૃત્રિમ દારૂબંધી છે !, લઠ્ઠાકાંડ માટે સરકાર જ જવાબદાર: શંકરસિંહ વાઘેલા

મોરબીમાં સામાજીક કાર્યક્રમમાં ગુજરાતનાં માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આવ્યા હતા ત્યારે તેની સાથે વાત કરતાં તેઓએ તાજેતરમાં થયેલા લઠ્ઠાકાંડ મુદદે સરકારને સીધી જ જવાબદાર ઠેરવી હતી અને કહ્યું હતું કે, ગુજરાતમાં કૃત્રિમ દારૂબંધી છે જેથી તે ભષ્ટાચારનો ભોરિંગ બની ગયેલ છે અને પોલિટિકલ બેગ્રાઉંડ હોય તે જ અધિકારી હપ્તારાજમાં જીવતા હોય છે.

મોરબીમાં યોજાયેલ એક સામાજીક કાર્યક્રમમાં માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિતના આગેવાનો આવ્યા હતા ત્યારે બાદ શંકરસિંહ વાઘેલા સાથે વાત કરતાં તેઓએ સરકાર ઉપર નિશાન ટાંક્યુ હતું અને કહ્યું હતું કે, તાજેતરમાં થયેલ લઠ્ઠાકાંડ માટે સરકાર સીધી જ જવાબદાર છે અને ગુજરાતમાં જે અધિકારોને પોલિટિકલ બેગ્રાઉન્ડ હોય તે જ અધિકારીઓ આ હપ્તાશાહીમાં જીવતા હોય છે અને લઠ્ઠાકાંડ પછી માત્ર અધિકારીઓની બદલી કરવી તે કોઈ વિકલ્પ નથી અને "લઠ્ઠાકાંડમાં અધિકારીઓનો નહીં પરંતુ તે અધિકારોના માલિકોનો વાંક છે" અને કોઈપણ વિસ્તારમાં હલકી કક્ષાનો દારૂ પીને કોઈ મરી જાય તો તે લોકોના બાપનું શું જાય છે..? આજની તારીખે દિવ, દમણ, ઉદેપુર, મુંબઇમાં દારૂ મળે છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી કૃત્રિમ છે અને તે ભ્રષ્ટાચારનો ભોરિંગ બની ગયેલ છે.




Latest News