કચ્છ જીલ્લામાં નવા સીએનજી પંપ કાર્યરત કરવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી ગેસ કંપનીઓમાં રજૂઆત મોરબીની રવાપર ચોકડી પાસે યુવાન ઉપર માથાના ભાગે છરી વડે હુમલો, સારવારમાં હળવદના વેજનાથ પાર્કમાં ઘરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને બે લોકો ઉપર ચાર ઇસમોનો હુમલો, ૨૪ હજારની લૂંટ મોરબીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ-2 કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાનામાંથી ચોરી કરેલા વાયર સાથે બે આરોપીની ધરપકડ વાંકાનેર: જડેશ્વરના મેળામાં વિખુટા પડી ગયેલા બાળકનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું મોરબીમાં નાની કેનાલ રોડ અને રવાપર ગામે જુદીજુદી જગ્યાએ જુગારની 2 રેડમાં 9 મહિલા સહિત કુલ 19 લોકો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીની લખધીરપુર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ, ઉપસરપંચ અને સરપંચના પતિએ આચર્યું જમીન કૌભાંડ !, હવે ભોગ બનશે ગ્રામજનો


SHARE







મોરબીની લખધીરપુર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ, ઉપસરપંચ અને સરપંચના પતિએ આચર્યું જમીન કૌભાંડ !, હવે ભોગ બનશે ગ્રામજનો

મોરબી તાલુકાની લખધીરપુર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ, તેના પતિ અને ઉપસરપંચ દ્વારા ગામના લોકોને અંધારામાં રાખીને સરકારી ખરાબાની જમીનને ગામ તળ નીમ કરી છે તેવું કહીને ગામના લોકોને જમીન વેચી દેવામાં આવી છે અને કેટલાક લોકોએ ત્યાં બાંધકામ પણ કર્યા છે ત્યારે હવે આ લોકોને ખબર પડી છે કે, સરકારી ખરાબાની અંદર ગેરકાયદેસર ગામના મહિલા સરપંચ, ઉપ સરપંચ અને તેના સરપંચના પતિ દ્વારા લોકોને જમીનનો વેચવામાં આવી છે જેથી કરીને સરપંચ સહિતનાએ આચારેલા કૌભાંડનો ભોગ હવે ગામના લોકો બને અને તેની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જેથી કરીને ગામના લોકોએ કલેક્ટરને સોગંદનામાં કરીને રજૂઆત કરી છે

મોરબી તાલુકાના લખધીરપુર ગામે રહેતા દેવજીભાઈ ગંગારામભાઈ ખાણઘર, રમેશભાઈ ગંગારામભાઈ ખાણઘર, જાદવ લાલજીભાઈ જેરામભાઈ, દિનેશભાઈ રતિલાલ સહિતના અંદાજે દસેક જેટલા લોકો દ્વારા હાલમાં સોગંદનામાં કરીને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે લખધીરપુર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ચંદ્રિકાબેન કાનજીભાઈ પરમાર, તેના પતિ કાનજીભાઈ શિવાભાઈ પરમાર અને ઉપસરપંચ વિનોદભાઈ ખોળાભાઈ દ્વારા ગામના લોકોને અંધારામાં રાખીને જૂના ગામ તળની બાજુમાં આવેલા સરકારી ખરાબને નવું ગામ તળ બતાવીને સરકારી ખરાબાની જમીનમાં ૧૦૦ વરિયા પ્લોટ વેચી દેવામાં આવેલ છે અને જે લોકો દ્વારા પ્લોટની ખરીદી કરવામાં આવી હતી તે પૈકીના કેટલાક લોકો દ્વારા ત્યાં બાંધકામ કરવામાં આવ્યું હતું જેથી કરીને જાગૃત નાગરિક દ્વારા સરકારી ખરાબાની જમીન ઉપર કઈ રીતે બાંધકામ ચાલે છે તે અંગેની માહિતીઓ માંગવામાં આવી હતી ત્યારે પ્લોટની ખરીદી કરનારા લોકોને ખબર પડી કે ગામ તળની જગ્યા નહીં પરંતુ સરકારી ખરાબાની જમીન ગામના મહિલા સરપંચ, તેના પતિ અને ઉપસરપંચ દ્વારા તે લોકોને વેચવામાં આવી છે જેથી કરીને સરપંચ અને ઉપસરપંચ તેમજ સરપંચના પતિ દ્વારા જે કૌભાંડ કરવામાં આવ્યું છે તેનો ભોગ હવે ગામના નિર્દોષ લોકો કે, જેને ગામ તળ નીમ છે તેવું બતાવીને સરકારી ખરાબમાં પ્લોટ વેચવામાં આવ્યા છે તે ભોગ બને તેવો ઘાટ સર્જાયો છે જેથી કરીને આ મુદ્દે હાલમાં કલેક્ટરને સોગંદનામાં કરીને રજૂઆત કરીને સરપંચ, ઉપસરપંચ અને સરપંચના પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને નિર્દોષ લોકોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે




Latest News