મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૨૫ લાભાર્થીઓને આવાસ માટે ૨૭.૫ લાખની સહાય અપાઈ


SHARE







મોરબી જીલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૨૫ લાભાર્થીઓને આવાસ માટે ૨૭.૫ લાખની સહાય અપાઈ

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અન્વયે ગુજરાતની ૨૦ વર્ષની વિકાસ ગાથાના પ્રદર્શનની સાથે વિવિધ જન કલ્યાણની યોજનાઓના લાભ ઘર-ઘર સુધી પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે મોરબી જિલ્લામાં પણ બે રથ વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ફાળવવામાં આવ્યા હતા. આ વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ દ્વારા ગામડે ગામડે લોકોને વિવિધ યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા.

વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૦ જેટલા લાભાર્થીઓને પ્રત્યેકને ૧,૨૦,૦૦૦ એમ ૨૪ લાખની સહાય અપાઈ હતી. ઉપરાંત છેવાડાના વંચિત ૩૫ જેટલા લાભાર્થીઓને ૧૦૦ ચોરસ વાર પ્લોટની પણ ફાળવણી કરવામાં આવી હતી. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાંચ લાભાર્થીઓને ૩,૫૦,૦૦૦ ની સહાય પણ આપવામાં આવી હતી.

ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ દ્વારા પણ વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા. જુદી જુદી જગ્યાએ યોજાયેલા કાર્યક્રમ હેઠળ એસ.પી.એ. ખેતીવાડી યોજના, મફત વીજળી જોડાણ યોજના, ખેતીવાડી વીજ જોડાણ, ઝૂંપડા વીજળીકરણ યોજના, વીજ પ્રમાણપત્ર, તેમજ અન્ય વીજ જોડાણ સહિત ૧૨૦ થી વધુ લાભાર્થીઓને સાંકળી લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે હેતુથી ૧,૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે. ઉપરાંત શૌચાલય માટે ૧૨,૦૦૦ તેમજ મજૂરી પેટે પણ રકમ ચૂકવવામાં આવે છે. તો પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ લાભાર્થીઓને ૭૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે. ઉપરાંત ઉર્જા વિભાગની પણ વિવિધ યોજનાઓ હેઠળ લોકોને ઘરે સરળતાથી વીજ કનેક્શન મળી રહે તથા  ખેડૂતોને પણ વીજ જોડાણ જેટલું શક્ય બને તેટલું ઝડપથી મળી રહે તેવી કામગીરી કરવામાં આવે છે. મફત વીજ જોડાણ તેમજ ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ ગરીબ લોકોને મફતમાં વીજ જોડાણ પણ આપવામાં આવે છે.




Latest News