ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત


SHARE







મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈપણ કારણોસર તે યુવાનનું બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ઢોકળવા ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં કુબેરનગર પાસે આવેલ ભગવતી પાર્ક વાવડી રોડ ખાતે રહેતા દીપકભાઈ નરસીભાઈ મામૈયા (36) નામનો યુવાન મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલા ક્રાંતિ જ્યોત પાર્ક સામેથી પોતાનું બાઈક નંબર જીજે 4 બીએસ 0444 લઈને રાતના 3:00 વાગ્યાના અરસામાં પોતાના ઘર તરફ જતો હતો ત્યારે કોઈપણ કારણોસર બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની મૃતકના પરિવારજન લખમણભાઇ હમીરભાઇ સરધારા (39) રહે 305, રામેશ્વર પેલેસ શાસ્તંદનગર જલાલપુર રોડ નવસારી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મહિલા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફકરી પાર્કમાં રહેતા ફાતેમાબેન જોહરભાઈ (26) નામના મહિલાએ કોઈ કારણસર પોતે પોતાના ઘરે હતા ત્યારે દવા પી લીધી હતી અને તીક્ષ્ણ વસ્તુ વડે પોતાના હાથ ઉપર ચેકા મારી લીધા હતા જેથી તેઓને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે પાસેથી મળતી પ્રમાણે ઇજાગ્રસ્ત મહિલાનો લગ્ન ગાળો 6 વર્ષનો છે જોકે તેણે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

યુવાન સારવારમાં
મોરબીના રવાપર ગામ નજીક આવેલ મેરુહિલ એપાર્ટમેન્ટ ખાતે રહેતા વિપુલભાઈ વલમજીભાઇ રાણીપા (24) નામના યુવાને કોઈપણ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News