હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
Breaking news
Morbi Today

મોરબી પતંજલી યોગ સમિતિ દ્વારા ટંકારામાં ત્રિદિવસીય યોગ મહોત્સવ


SHARE











મોરબી પતંજલી યોગ સમિતિ દ્વારા ટંકારામાં ત્રિદિવસીય યોગ મહોત્સવ

પતંજલિ યોગપીઠ દ્વારા ભારતના આઝાદીના ૭૫ વર્ષને અનુસંધાને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતમાં ૭૫ પવિત્ર તીર્થસ્થાનો પર યોગ મહોત્સવની વિશેષ ઉજવણી થઈ રહી છે. જેમાં આગામી ૨૧ મી જૂન વિશ્વ યોગ દિને સ્વામી રામદેવજી મહારાજની પ્રેરણાથી પતંજલી યોગ સમિતિ દ્વારા સૌરાષ્ટ્રમાં ટંકારા, દ્વારકા, અને સોમનાથ તીર્થોમાં યોગાભ્યાસ કરાવાશે. પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજ અને આચાર્ય બાલકૃષ્ણ મહારાજે યોગને ગુફા અને શાસ્ત્રોમાંથી બહાર કાઢી ઘરે ઘરે પહોંચાડ્યો છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સંકલ્પને ચરિતાર્થ કરવા આગામી વિશ્વ યોગ દિવસે સ્વામી દયાનંદ સરસ્વતીની પાવન જન્મભૂમિ ટંકારામાં મોરબી-રાજકોટ હાઇવે ઉપર ખોડિયાર મંદિર પાસે, આર્ય વિદ્યાલયના પટાંગણમાં તા.૨૧ ને મંગળવારે સવારે ૬ થી ૭:૩૦ યોગ મહોત્સવની વિશેષ ઉજવણી થશે. તે પહેલા પણ બે દિવસ યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેનો પ્રચાર અને પ્રસાર સંનિષ્ઠ સાધકો, રાજકોટથી દક્ષિણ ગુજરાત રાજ્ય પ્રભારી લક્ષ્મણભાઈ પટેલ, અમદાવાદથી ઉત્તર ગુજરાત મહિલા પ્રભારી સોનિકાબેન, ઉપલેટા થી દિનેશભાઈ, કચ્છ પ્રભારી ભરતભાઈ ઠક્કર તથા તેની ટીમ, આદિપુર થી મહિમાબેન શારદાબેન, નયનાબેન, શોભનાબેન, ગોંડલ થી ભાવિકભાઈ પટેલ મોરબી થી મહિલા પ્રભારી ભારતીબેન રંગપરીયા, ભારત સ્વાભિમાન પ્રભારી રણછોડભાઈ જીવાણી, યોગગુરૂ નરસીભાઈ, યુવા પ્રભારી સંજયભાઈ રાજપરા, સહપ્રભારી ખુશાલભાઈ જગોદરા, કિસાન સેવા સમિતિના પ્રભારી, ભુદરભાઈ જગોદણા, યોગ શિક્ષકો વસંતભાઈ ચારોલા, નંદલાલભાઇ મેરજા, પિયુષભાઈ કલોલા, હસુભાઈ કારોલીયા, પીનલબેન ચારોલા, મીનાબેન માકડીયા તેમજ માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મહેશભાઈ ભોરણીયા, ટંકારા થી આર્ય સમાજના મંત્રી દેવજીભાઈ આર્ય, તથા આર્ય સમાજના પંડિતજી સુવાસજી તેમજ ટંકારાના યોગ શિક્ષક કંચનબેન સારેસા, ડિમ્પલબેન સારેસા, ફાલ્ગુનીબેન વાઘેલા, આસ્થાનાબેન સોહરવદી, રાધિકાબેન હિશું, મીરાબેન હિશું વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News