હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
Breaking news
Morbi Today

મોરબી: ટાઇલ્સના માર્કેટિંગનો ધંધો કરતો યુવાન સવા મહિનાથી ગુમ


SHARE











મોરબી: ટાઇલ્સના માર્કેટિંગનો ધંધો કરતો યુવાન સવા મહિનાથી ગુમ

ટંકારા તાલુકાના લજાઇ ગામે રહેતો અને ટાઇલ્સના માર્કેટિંગનો ધંધો કરતો યુવાન છેલ્લા ઘણા દિવસોથી ગૂમ થઈ ગયેલ છે જેથી તે યુવાનના પિતા દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેમનો દીકરો ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે ગુમસુધા નોંધી કરીને યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના લજાઇ ગામે રહેતા અશોકભાઈ મનજીભાઈ વામજા જાતે પટેલ (૫૨) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેમનો દીકરો રવિ અશોકભાઈ વામજા (૩૬) રહે, લજાઈ વાળો ગુમ થઈ ગયો હોવા અંગેની ગુમસુદા ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેમનો દીકરો ટાઈલ્સ માર્કેટિંગનો ધંધો કરતો હતો અને ગત તા.૬/૫/૨૨ ના રોજ પોતાના ઘરેથી ટાઈલ્સના માર્કેટિંગ જાઉં છું તેવું કહીને નીકળ્યો હતો અને ત્યાર બાદ હજુ સુધી તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી રવિ વામજા ગુમ થયો હોવા અંગેની તેના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા નોંધી કરીને યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News