મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે મૈત્રી કરાર કરીને રહેતા યુવાને ધમકાવીને ફાયરિંગ કરનારા પતિ સહિતના બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં પત્ની સાથે મૈત્રી કરાર કરીને રહેતા યુવાને ધમકાવીને ફાયરિંગ કરનારા પતિ સહિતના બે આરોપીની ધરપકડ

મોરબી તાલુકાનાં બેલા (રંગપર) ગામે રહેતા યુવાને મૈત્રી કરાર કર્યા હતા અને જે મહિલાની સાથે મૈત્રી કરાર કરેલા હતા તેના પતિ દ્વારા યુવાનની સામે રિવોલ્વર તાકીને તેની પત્નીને છોડી દેવા માટે ધમકી આપવામાં આવી હતી અને બાદમાં યુવાનના પગ પાસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા જેથી યુવાને નોંધઆવેલ ફરિયાદના આધારે પોલીસે મહિલાના પતિ સહિતના બે આરોપીની ધરપકડ કરેલ છે

વર્તમાન સમયમાં ઘણા વિચિત્ર બનાવો સામે આવતા હોય છે આવો જ એ બનાવ આજે મોરબી તાલુકાનાં બેલા ગામે બન્યો હતો જેમાં એક યુવાને મહિલાની સાથે મૈત્રી કરાર કર્યા હતા અને જે મહિલાની સાથે યુવાને મૈત્રી કરાર કર્યા હતા તેના પતિએ યુવાનને મારી નાખવાની કોશિશ કરી હતી જેથી કરીને ભોગ બનેલા મોરબી તાલુકાનાં બેલા (રંગપર) ગામે રહેતા ગૌતમભાઈ જયંતીલાલ દેલવાડીયા જાતે પટેલ (૩૦)એ મહિલાના પતિ નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલ રહે. મુળ તળાવિયા શનાળા હાલ. ઉમા ટાઉનશીપ, મોરબી અને તેના મિત્ર યોગેશભાઇ બરાસરા રહે. મૂળ નશીતપર હાલ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના ડીવાયએસપી મુનાફખાન પઠાણે માહિતી આપતા જણાવ્યુ હતું કે, ગૌતમભાઈ જયંતીલાલ દેલવાડીયા પોતાના ઘરેથી કારખાને જતા હતા ત્યારે રસ્તામાં બંને આરોપી નવનીત ઉર્ફે નંદો કાનાભાઇ પટેલ અને યોગેશભાઈ બરાસરા મહેન્દ્રા થાર ગાડીમાં આવ્યા હતા અને ગૌતમભાઈને ઊભા રાખીને અસ્મીતા કે જે નવનીતની પત્ની છે તેની સાથે મૈત્રી કરાર કરેલ છે તે અસ્મિતાને છોડી દેજે તેમ કહીને યુવાનને મારી નાખવાના ઇરાદે તેની સામે નવનીત ઉર્ફે નંદોએ રીવોલ્વર તાકી હતી અને તેના પગ પાસે રીવોલ્વરથી બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા બે મહિનાથી નવનીતની પત્ની ગૌતમભાઈ સાથે મૈત્રી કરાર કરીને રહે છે અને આ ગુનામાં વપરાયેલ ગાડી અને લાઇસન્સ વાળી રિવોલ્વર પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે 






Latest News