મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

માળિયાના પીપળીયા ચોકડીથી સપ્લાય થતું પાણી અનિયમિત અને અપૂરતું મળતું હોવાની રાવ


SHARE







માળિયાના પીપળીયા ચોકડીથી સપ્લાય થતું પાણી અનિયમિત અને અપૂરતું મળતું હોવાની રાવ

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિભાઈ બાવરવા દ્વારા રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તેમા તેઓએ જણાવ્યું છે કે મોરબીના માળિયા તાલુકાના પીપળીયા ચોકડીથી જે પાણીનું સપ્લાય ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવે છે તે પૂરતા પ્રેશરથી ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચતું ન હોય પીવાના પાણી સહિતની સમસ્યાઓથી લોકો હેરાન થઈ રહ્યા હોય આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

વધુમાં કે.ડી.બાવરવાએ જણાવ્યું હતુ કે તેઓ માળિયા તાલુકાના ગામોના પ્રવાસમાં હતા તે દરમ્યાન જાણાવા મળ્યુ હતું કે પીપળીયા ચાર રસ્તાએ આવેલ સંપ તેમજ ઓવર હેડ  ટેંક દ્વારા આજુબાજુના જે વિસ્તારના ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તે વિતરણ વ્યવસ્થાની ખામી હોય કે સ્ટાફની ઘટ હોય કે કોઈ ગોલમાલ થતું હોય જે હોય તે પરંતુ આ વિસ્તારના ગામોને હાલમાં પુરતું પાણી નથી મળી રહ્યું તે નરી વૈસ્તવીકતા છે.હમણાં દેરાળા ગામે ૨૦ દિવસથી પાણી ન મળવાના કારણે ગામની મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્સન કરવામાં આવેલ હતું.આ જ રીતે આ વિસ્તારના ગામો જેવા કે કુંતાસી, બોડકી, ન્યુ નવલખી, વર્ષામેડી, જુમાવાડી, ખીરસરા, નાના દહીસરા, મોટા દહીસરા, બગસરા, નાના ભેલા, મોટા ભેલા, ભાવપર, મોટીબરાર, નાની બરાર, જસાપર, જાજાસર -મેઘપર, દેરાળા, તરઘરી, ચાચાવદરડા, સરવડ  વગેરે ગામોને નિયમિત તેમજ પુરતું પીવાનું પાણી મળતું નથી. તો આ બાબતે વહેલા સર યોગ્ય કરવા પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરાયેલ છે.

હાલમાં જયારે મચ્છુ-૨ ડેમમાં પુરતો પાણીનો જથ્થો છે.સિંચાઈ માટે પણ પાણી કેનાલમાં છોડવામાં આવેલ છે.તેમ છતાં આ ગામોને કેમ નિયમિત અને પુરતું પાણી મળી રહ્યું નથી..?જો આ બાબતે સાત દિવસમાં યોગ્ય કરવામાં નહી આવે તો, આંઠ દિવસ બાદ દરેક ગામોનો પ્રવાસ કરીને લોકોની સમસ્યા જાણીને આગળના લડતના કાર્યક્રમો ઘડવામા આવશે અને આ ગામોના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલનાત્મક કાર્યર્ક્મો આપીશું તેવી ચીમકી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ ઉચ્ચારેલ છે.




Latest News