મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના બાપા સીતારામ શાંતિવન આશ્રમે વિરોધી માનસિકતા ધરાવતા જીવ પણ એક થઈને રહે !


SHARE







મોરબી જીલ્લાના બાપા સીતારામ શાંતિવન આશ્રમે વિરોધી માનસિકતા ધરાવતા જીવ પણ એક થઈને રહે !

સામાન્ય રીતે કુતરા અને બિલાડી એકબીજાના દુશ્મન કહેવાય છે જો કે, કેટલીક પવિત્ર જગ્યામાં વિરોધી માનસિકતા ધરાવતા જીવ પણ એક થઈને રહેતા હોય તેવું જોવા મળતું હોય છે આવી  એક જગ્યા મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ  છે અને ટંકારા નજીક આવેલ શાંતિવન આશ્રમમાં કુતરા અને બિલાડી એકબીજાના દુશ્મન નહીં પરંતુ મિત્ર બનીને રહે છે અને એકીસાથે રમતા અને જમતા જોવા મળે છે જેથી લોકોમાં પણ ભારે કુતૂહલ છે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં સજનપર રોડ ઉપર બાપા સીતારામ શાંતિ આશ્રમ આવેલ છે ત્યાં પ્રાયશ્ચિત હનુમાનજી મહારાજનું મંદિર પણ આવેલ છે અને દ્વારકા તરફ જતાં પદયાત્રીઓ સહિતના લોકો શાંતિવન આશ્રમ પાસે આવેલ રસ્તો વાંકાનેરથી ટંકારા બાજુ જવા માટેનો શોર્ટકટ રસ્તો હોવાથી ત્યાંથી નીકળતા હોય છે ત્યારે આ આશ્રમમાં યદયાત્રી સહિતના લોકો માટે જમવા સહિતની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે અને હાલમાં શાંતિવન આશ્રમ ન માત્ર ટંકારા પરંતુ મોરબી અને રાજકોટ જીલ્લામાં ચર્ચાનો વિષય બનેલ છે કેમ કે, કાયમ શત્રુ ભાવ રાખનાર બિલાડી અને કુતરા અહિયાં એક સાથે રમતા અને જમતા હોવા મળે છે આ ધાર્મિક જગ્યાનો પ્રભાવ કહો કે પછી સંત સ્વ. લાલદાસબાપુની સાધના ભુમીનો પ્રભાવ પરંતુ હકકીતએ છે કે, કુતરા અને બિલાડી સાથે રહે છે અને જયારે પણ આશ્રમના મહંત પ્રાણજીવનદાસ કુતરા અને બિલાડીને બોલાવે છે ત્યારે તે દોડી આવે છે અને માં ના ખોળામાં બાળક રમતું હોય તેવી રીતે કુતરા અને બિલાડી એક સાથે રહેતા અને રમતા જમતા હોય છે જેથી આ નજારો જોવા માટે ટંકારા, મોરબી અને રાજકોટથી ઘણા લોકો શાંતિવન આશ્રમે આવે છે




Latest News