મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

હવે વાંકાનેર તાલુકાનાં તીથવા-કોટડા નાયણી પાસે મોબાઈલ ટાવરમાંથી બેટરી બેકઅપના ૪૮ સેલની ચોરી


SHARE











હવે વાંકાનેર તાલુકાનાં તીથવા-કોટડા નાયણી પાસે મોબાઈલ ટાવરમાંથી બેટરી બેકઅપના ૪૮ સેલની ચોરી

મોરબી તાલુકાના જોધપર નદી ગામ પાસે મોબાઇલ ટાવરમાં મુકવામાં આવેલ બેટરી બેકઅપના સેલ મૂકવામાં આવ્યા હતા તેની ચોરી કરવામાં આવી હોવાની જે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ છે તે ત્રણેય શખ્સોની સામે હાલમાં વાંકાનેર તાલુકાનાં તીથવા અને કોટડા નાયણી ગામે મૂકવામાં આવેલા બે મોબાઈલ ટાવરમાંથી કુલ મળીને ૪૮ બેટરી બેકઅપના સેલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે જેથી વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ઘનશ્યામપુરના મૂળ રહેવાસી અને હાલમાં લાલપર નજીક વોડાફોન ટાવર ગૌતમ સિરામિક પાસે રહેતા અશોકભાઇ લાલજીભાઈ રાઠોડ (ઉંમર ૩૭) એ પ્રકાશભાઇ દિપકભાઇ ખીમસુરીયા (ઉ.૨૫) રહે. નાની લાખાવાડતાલુકો જશદણકિરણભાઇ કલાભાઇ મકવાણા (ઉ.૨૭) રહે. ખડવાવડી તાલુકો જશદણ અને લાલજીભાઇ ઉર્ફે અમીતભાઇ મનસુખભાઇ ચૌહાણ (ઉ.૨૬) રહે. ખડખડ તાલુકો વડીયા વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા૯/૧ થી ૩૦/૩ સુધીના સમયગાળા દરમિયાન વાંકાનેર તાલુકાનાં તીથવા અને કોટડા નાયણી ગામે મૂકવામાં આવેલ ઇન્ડઝ કંપનીના બે મોબાઈલ ટાવરમાંથી અમરારાજા કંપનીની બેટરી બેકઅપના કુલ મળીને ૪૮ સેલ જેની કિંમત કુલ મળીને ૪૮ હજારના મુદ્દામાલની આરોપીઓએ ચોરી કરી છે જેથી અશોકભાઈ રાઠોડની ફરિયાદ લઈને વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, ગઇકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેય શખ્સોની સામે બેકઅપના સેલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી






Latest News