ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં ધારીયા અને તલવાર વડે હુમલો કરનાર મહિલા સહિત પાંચની ધરપકડ


SHARE







મોરબીના વીસીપરામાં ધારીયા અને તલવાર વડે હુમલો કરનાર મહિલા સહિત પાંચની ધરપકડ

મોરબીના વીસીપરા વિસ્તારમાં થોડા દિવસો પહેલા તલવારધારિયા અને લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો વડે મારામારી કરવામાં આવી હતી જેમાં ઈજાગ્રસ્ત થયેલાઓને સારવાર માટે ખસેડાયા હતા અને બાદમાં ભોગ બનનાર પરિવારના સભ્ય દ્વારા મહિલા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે બી ડિવિજન પોલીસે હાલમાં મહિલા સહિત પાંચેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે

મોરબી વીશીપરા સ્વીડ ફાર્મ સરકારી વાડી વિસ્તાર પાસે રહેતા અને ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ચલાવવાનું કામ કરતા હુશેનભાઇ ભચુભાઇ ભટ્ટી જાતે મિંયાણા (ઉ.વ.૫૧) એ મોરબી સીટી બી ડિવિજન પોલીસ મથકે હાજીભાઇ ઇશાભાઇ સમા જાતે મિંયાણાસદામ હાજીભાઇ સમા જાતે મિંયાણાઅનવર હાજીભાઇ સમા જાતે મિયાણાહાજીભાઇનો ત્રીજા નંબરનો સૌથી નાનો જમાઇ કાદર રહે.માળીયા મિંયાણા વાળો તેમજ રોશનબેન હાજીભાઇ સમા સામે ફરીયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતુ કે, તેના મિત્ર પાસેથી છએક માસ પહેલા હાજી ઇશા સમાએ કાર રાખી હતી જે ચલાવતા ખરાબ થઇ ગયેલ હોય તે કારને પરત આપી દેવાનું કહેતા ફરીયાદી હુશેનભાઇએ બંધ કારને રીપેર કરી ચાલુ કર્યા બાદ જ પરત અપાય તેમ કહ્યું હતું ત્યારે હાજીભાઇએ ના પાડીને ઝઘડો કર્યો હતો અને બાદમાં ચારેય શખ્સોએ પાઇપધારીયા અને તલવાર વડે હુમલો કર્યો હતો ત્યારે હુશેનભાઇના પરીવારના સાહેદ ઇમોત હુશેન ભટ્ટી (૨૦)ઇસ્માઇલ લાખા સામતાણી (૬૦)હાજી તૈયબ માણેક (૧૫) અને હમીદાબેન ફિરોઝ સામતાણી (૨૧) ને ઇજાઓ થઈ હતી અને આરોપી રોશનબેન હાજીભાઇએ ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે ફરિયાદના આધારે પોલીસે હાલમાં હાજીભાઇ ઇશાભાઇ સમા જાતે મિંયાણાસદામ હાજીભાઇ સમા જાતે મિંયાણાઅનવર હાજીભાઇ સમા જાતે મિયાણા અને રોશનબેન હાજીભાઇ સમા રહે. ચારેય સ્વીડ ફાર્મ સરકારી વાડી અને કાદર હૈદર સમા રહે. માળીયા મિંયાણા વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News