મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં શાકમાર્કેટ પાસે વૃદ્ધે પાર્ક કરેલા મોપેડની ચોરી


SHARE







મોરબીમાં શાકમાર્કેટ પાસે વૃદ્ધે પાર્ક કરેલા મોપેડની ચોરી

મોરબીમાં શાકમાર્કેટ પાસે વૃદ્ધે પોતાનું મોપેડ પાર્ક કરીને મૂક્યું હતું જે મોપેડને કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં કુબેરનાથ મેઇન રોડ ઉપર આવેલ મોચી શેરીમાં રહેતા ભીખાલાલ લક્ષ્મણભાઈ ખેર જાતે ખવાસ રાજપૂત (ઉંમર ૬૭) પોતાનું મોપેડ નં. જીજે ૩૬ એન ૪૬૧૮ લઈને મોરબીમાં શાકમાર્કેટ પાસે ગયા હતા અને ત્યાં તેઓએ પોતાનું મોપેડ ત્યાં પાર્ક કરીને મૂક્યું હતું જે મોપેડને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે જેથી કરીને ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતના મોપેડની ચોરી થઇ હોવા અંગેની ભોગ બનેલા ભીખાલાલ ખેરે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

આપઘાતનો પ્રયાસ

મોરબીની ભરવાડ શેરીમાં રાધે ક્રીષ્ના મંદીર વિજયનગરમાં રહેતી લાંબરીયા નિશાબેન રતીલાલભાઇ (ઉ.૨૧)એ પોતાના પિતાના ઘરે વાવડી રોડ ભગવતીપરામાં ચુંદડીવડે પંખા સાથે ગળે ફાંસો ખાતા તેનો ભાઇ સાગર તેને જોઇ ગયો હતો જેથી તેને તાત્કાલિક  સારવાર માટે મોરબીની આયુષ હોસ્પીટલમા સારવાર માટે ખસેડવામાં આવેલ છે અને આ મહિલાનો લગ્નગાળો ૨ વર્ષનો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ. એમ.પટેલે પરિણીતાનું નિવેદન લીધું હતું જેમાં તેને જણાવ્યુ હતું કે, પતિ અને સાસુ સાથે અવાર નવાર બોલાચાલી થતી હોય તે બાબતે લાગી આવ્યું હતુ જેથી આવેશમાં આવીને પિતાના ઘરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો






Latest News