મોરબી જીલ્લામાં 10 પીઆઇની આંતરિક બદલી વાંકાનેરના રાણેકપર પાસે નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: રંગપર ગામે હોટલના રૂમમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત હળવદ નજીક બાઇકની આડે ખુટિયો આવતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં માથામાં ઇજા થતાં યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં જુદીજુદી 4 જગ્યાએ જુગારની રેડમાં 22 શખ્સ પકડાયા માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર ભીમાસર ચોકડી પાસેથી 16,920 બોટલ દારૂ બિયર ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો: 34.08 લાખનો મુદ્દામાલ કબજે રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો: મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું મોરબી જિલ્લાના ૨૦ વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેબ્લેટનું કરાયું વિતરણ મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે મંત્રી બ્રિજેશભાઇની હાજરીમાં અસંગઠિત શ્રમિક સંમેલન યોજાશે 


SHARE





મોરબીમાં કાલે મંત્રી બ્રિજેશભાઇની હાજરીમાં અસંગઠિત શ્રમિક સંમેલન યોજાશે 

જિલ્લા વહિવટી તંત્ર અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા કાલે તા. ૧૭મી એપ્રિલ-૨૦૨૨ ના રોજ  મોરબી ટાઉન હોલ ખાતે સાંજે ૪ વાગ્યે અસંગઠિત શ્રમિક સંમેલન યોજાનાર છે. આ અસંગઠિત શ્રમિક સંમેલનમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

આ સંમેલનમાં આપણું રાજયની ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ, ઔદ્યોગિક વિકાસમાં પ્રગિત અને ઉદ્યોગોની પ્રગતિની સાથે સાથે શ્રમિકોની સલામતિ અંગેની જાણકારી તેમજ અસંગઠિત શ્રમિકો માટેનીશ્રમિક અન્ન્પુર્ણા યોજના, શિક્ષણ સહાય,પ્રસુતિ સહાય યોજના, વ્યવસાયિકરોગોમાં સહાય, આકસ્મિક મૃત્યુ સહાય યોજના, શ્રમિક પરિવહન જેવી રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી આપવામાં આવતી સવલતો બાબતે માહિતગાર કરવામાં આવશે.આ સંમેલનમાં મોરબી નગરપાલિકા પરમુખ શ્રીમતી કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિમટીના ચેરમેન સુરેશભાઇ દેસાઇ, સદસ્ય શ્રીમતી મંજુલાબેન ઉપસ્થિત રહેશે.




Latest News