મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટ યાર્ડમાં સત્તાનો આગામી મંગલવારે ફેંસલો


SHARE











વાંકાનેર માર્કેટ યાર્ડમાં સત્તાનો આગામી મંગલવારે ફેંસલો

સહકારી મંડળીઓ, મોરબીના જિલ્લા રજીસ્ટ્રાર ડી.વી.ગઢવીની અખબારી યાદીમાં જણાવાયા અનુસાર વાંકાનેર માર્કેટ યાર્ડની સામાન્ય ચૂંટણી જાહેર થયેલ હતી. ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને સહકારી ખરીદ-વેચાણ વિભાગનું મતદાન તારીખ ૧૧મી જાન્યુઆરી-૨૦૨૨ ના રોજ યોજાયેલ હતું. ખેડૂત વિભાગની મતદાર યાદી સામે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દાખલ થયેલ ત્રણ પીટીશનોના કારણે ખેડૂત વિભાગના તમામ મતપત્રોની મતગણતરી પૂર્ણ થયેલ ન હતી.

જો કે, વેપારી વિભાગ અને ખરીદ-વેચાણ વિભાગની તારીખ ૧૨મી જાન્યુઆરી-ર૦૨૨ ના મતગણતરી પૂર્ણ કરી પરીણામ જાહેર કરવામાં આવેલ હતું. તારીખ ૧૨મી એપ્રિલ-૨૦૨૨ ના રોજ નામદાર ગુજરાત હાઇકોર્ટ-અમદાવાદ દ્વારા ખેડૂત વિભાગની મતદાર યાદી સબંધે જે પીટીશનો દાખલ થયેલ તેમાં ઓરલ ઓર્ડર કરવામાં આવેલ છે. ખેડૂત વિભાગના મતગણતરી માટે બાકી રહેતા મતપત્રો પૈકી જે મતપત્રોની ગણતરી કરવાની થાય છે તેની મતગણના તારીખ ૧૯મી એપ્રિલ-૨૦૨૨ ના રોજ વાંકાનેર માર્કેટ યાર્ડના કાર્યાલય ખાતે સવારે ૯ વાગ્યે કરવામાં આવશે






Latest News