મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

ટંકારા ખાતે આદિવાસી સમાજનો ભગોરિયાનો મેળો અને સ્નેહ મિલન યોજાયુ


SHARE





ટંકારા ખાતે આદિવાસી સમાજનો ભગોરિયાનો મેળો અને સ્નેહ મિલન યોજાયુ

કાંશીરામ સાહેબનાં પ્રેરણા સ્ત્રોત, બહુજન ક્રાંતિનાં પથદર્શક દિના ભાનાજી નાં 99 મી જન્મજયંતિ પ્રસંગે યોજાયેલાં સાંસ્કૃતિક ભગોરીયા મેળા અને સ્નેહ મિલન માં પાલણપીર મેડીનાં મહંત દેશા આપાએ ખાસ ઉપસ્થિત રહીને આદિવાસી સમાજનાં ઈતિહાસ અને સંગઠનનાં મહત્વને ખુબ ઉંડાણથી સમજ આપી હતી.

બહુજન કર્મશીલ નાગજીભાઈ ચૌહાણે ખેતમજૂરોને તમામ માંગણીઓ બાબતે સંઘર્ષમાં અને નવી રોજગારી ક્ષેત્રે કાયમ મદદરૂપ રહેવાં કટીબદ્ધ બન્યાં હતાં. વધુમાં ખેત મજૂરોને કાયમી વસવાટ અને સરકારી યોજનાઓ બાબતે જાગૃત રહેવાં પ્રેરિત કર્યા હતાં. અને ભગોરીયા મેળા અને સમિતિનાં મૂખ્ય કન્વીનર એડવોકેટ મનસુખભાઈ ચૌહાણે મુળનિવાસી સમાજને દરેક સંજોગે સંગઠિત રહીને અવાજ બુલંદ રાખવાં પ્રેરિત કર્યાં હતાં અને કોઈપણ પ્રશ્ને કોર્ટનાં દ્વાર ખટખટાવીને પણ ન્યાય મેળવવાં અપીલ કરી હતી.

ગુજરાતભરથી પહોંચેલાં યુવાઓએ સવારનાં 11 થી સાંજનાં 7 વાગ્યાં સુધી આ રંગારંગ કાર્યક્રમ ડીજે અને દેશી ઢોલનાં તાલે મનમૂકીને નાચીને ખુબ જોરશોરથી પ્રસંગ ઉજવ્યો હતો. આ તકે ટંકારા પંથકનાં અનેક માનવતાવાદી ખેડૂતોએ પોતાનાં ખેતમજૂરોને ઉપજમાંથી ત્રીજો ભાગ આપવાની સ્વેચ્છાએ જાહેરાત કરી હતી. જેને તમામ આદિવાસી ખેતમજૂરોએ હર્ષોલ્લાસથી વધાવી લીધી હતી




Latest News