મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળના ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એક ડ્રાઈવરનું મોત મોરબી-ટંકારામાં વિદેશી દારૂની પાંચ રેડ: 12 બોટલ દારૂ-બિયરના 6 ટીન કબ્જે વાંકાનેરમાં જુગારની રેડ પડતાં નાસભાગ મચી: 5 શખ્સો 73,200 ની રોકડ સાથે પકડાયા, બે ફરાર મોરબી નજીક સિરામિક કારખાનામાં સીડી ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત


SHARE











મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ નેક્સસ સિનેમાની સામેના ભાગે ધુતારી વાડી વિસ્તાર ખાતે આજે વહેલી સવારે યુવાન દવા પી ગયો હતો.જેને પગલે તેનું મોત નીપજત્તા મૃતદેહને સિવિલે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

આ બાબતે વધુમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ નેકસસ સિનેમાની સામેના ભાગે ધુતારીની વાડી વિસ્તાર તરીકે ઓળખાતા વાળી વિસ્તારમાં રહેતા અને ખેત મજૂરીનું કામકાજ કરતા કિશનભાઇ વાલજીભાઈ વાઘેલા નામના ૨૨ વર્ષના કોળી યુવાને આજે તા.૭ ના રોજ વહેલી સવારે ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું.બનાવને પગલે તેના ડેડબોડીને સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું.બનાવ સંદર્ભે મૃતકના પરિવારજનો સાથે પોલીસ દ્વારા વાત કરવામાં આવતા સામે આવ્યું હતું કે, મૃતક કિશનભાઇ વાઘેલાના પત્ની છેલ્લા છએક માસથી રિસામણે તેમના માવતરને ત્યાં હોય અને વહેલી સવારે કિશનભાઇએ પોતાના પત્નીને ઘરે પરત આવી જવા માટે ફોન કર્યો હતો.ત્યારે સામેથી તેમના પત્નીએ તમે તેડવા ઓવો તેમ કહ્યું હતું.તે બાબતનું લાગી આવતા કિશન વાઘેલાએ ઉપરોક્ત પગલું ભર્યું હોય તેવું હાલ પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે.હાલ બનાવ સંદર્ભે નોંધ કરીને બી ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે આગળની તપાસ શરૂ કરાયેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
હળવદના રણમલપુર ગામના પોપટભાઈ મહાદેવભાઇ પારેજીયા નામના ૯૦ વર્ષના વૃદ્ધ ગામના ખોડીયાર મંદિર પાસેથી બાઈકમાં બેસીને જતા હતા ત્યાં વાહન સ્લીપ થયેલ હોય કોણીનું હાડકું ભાંગી જતા તેમને અહીંની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મહેન્દ્રનગર ગામે રહેતો ધ્રુવિકભાઈ મુકેશભાઈ નામનો ૧૭ વર્ષનો યુવાન મહેન્દ્રનગર ગામે આવેલ શીતળા માતાધાર વિસ્તારમાં વાહન લઇને જતો હતો ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હોય ગંભીર ઇજાઓ થતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવ્યું હતું.

મારામારીમાં ઈજા

મોરબીના જેતપર રોડ રંગપર ગામ પાસે કજરીયા સીરામીક નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હોવાથી રાજવીર ઉદય, છોટુ ઉદય, સુમન ઉદય અને ચંદન મહંતો નામના ચાર લોકોને ઇજાઓ થઈ હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે પાનેલી ગામે રહેતા પેથાભાઇ ભાણજીભાઈ ચંદ્રેસાણીયા નામનો ૨૧ વર્ષનો યુવાન કોઈ કારણોસર ખડ બાળવાની દવા પી ગયો હોય તેને અસર થતા અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના બી.જી.દેત્રોજા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી






Latest News