મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળના ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એક ડ્રાઈવરનું મોત મોરબી-ટંકારામાં વિદેશી દારૂની પાંચ રેડ: 12 બોટલ દારૂ-બિયરના 6 ટીન કબ્જે વાંકાનેરમાં જુગારની રેડ પડતાં નાસભાગ મચી: 5 શખ્સો 73,200 ની રોકડ સાથે પકડાયા, બે ફરાર મોરબી નજીક સિરામિક કારખાનામાં સીડી ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં ધારાસભ્યના હસ્તે પાંચ દિવસીય પુસ્તક મેળો ખુલ્લો મુકાયો


SHARE











મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં ધારાસભ્યના હસ્તે પાંચ દિવસીય પુસ્તક મેળો ખુલ્લો મુકાયો

મોરબીના ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા મણીમંદિરના પટાંગણમાં રાણી બાગ ખાતે મનપા દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મેળાને આજે ધારાસભ્યના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે કમિશનર સહિતના અધિકારીઓ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અને મનપા દ્વારા આયોજિત આ પાંચ દિવસીય પુસ્તક મેળાનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે આહ્વાન કર્યું છે.

મોરબી મનપા દ્વારા મણીમંદિરના પટાંગણમાં રાણી બાગ ખાતે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે તા 7 થી આગમી તા 11 સુધી આ પુસ્તક મેળો ચાલુ રહેવાનો છે અને આ મેળાનું આજે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે કમિશનર સ્વપ્નિલ ખરે તેમજ ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા તે ઉપરાંત ત્યાં જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા.

વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, આ પુસ્તક મેળો સવારના 10 થી રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. અને ત્યાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો માટે વિવિધ વિષયોના અવનવા અને રસપ્રદ પુસ્તકો મૂકવામાં આવેલ છે. ખાસ કરીને સાહિત્યશિક્ષણપ્રેરણાનવલકથાબાળસાહિત્ય સહિત વિવિધ ક્ષેત્રોના પુસ્તકો અહી એક જ જગ્યાએ મળી રહેશે. આ પુસ્તક મેળામાં મોરબી શહેરના તમામ લોકોને તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓને આવવા માટે મનપાના અધિકારી દ્વારા અનુરોધ કર્યો છે.






Latest News