મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળના ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એક ડ્રાઈવરનું મોત મોરબી-ટંકારામાં વિદેશી દારૂની પાંચ રેડ: 12 બોટલ દારૂ-બિયરના 6 ટીન કબ્જે વાંકાનેરમાં જુગારની રેડ પડતાં નાસભાગ મચી: 5 શખ્સો 73,200 ની રોકડ સાથે પકડાયા, બે ફરાર
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા ભરવાડ સમાજના સમૂહ લગ્ન


SHARE











મોરબીમાં મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા ભરવાડ સમાજના સમૂહ લગ્ન

મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા સમસ્ત ભરવાડ સમાજના સમૂહલગ્નનું આયોજન કર્યું છે અને આ સમૂહલગ્ન આગામી તા. ૧૩ ફેબ્રુઆરીએ મોરબીમાં ત્રાજપર ચાર રસ્તા પાસે આવેલ સૂર્યસ પેટ્રોલ પંપ પાછળ જુના ઘુંટુ રોડ ઉપર યોજાશે.

મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમસ્ત ભરવાડ સમાજના ૭ માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૨૬ નવદંપતી સંતો મહંતો અને સામાજિક તેમજ રાજકીય આગેવાનો સહિતનાઓના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગલાં માંડશે. આ તકે મહામંડલેશ્વર મહંત ઘનશ્યામપૂરીજી (ગ્વાલીનાથ મહાદેવની જગ્યા થરા), મહેશપુરીજી (શિવપૂરીધામ દ્વારકા), ગાંડુભગત (મચ્છુ માતાજીની જગ્યા મોરબી), રતનપુરીજી (રાણાબાપા આશ્રમ માથક), દેવાભગત (નકલંક ઠાકરની જગ્યા વેજલપર) અને રોહિતપુરીજી (પાપનાસણા ઠાકરની જગ્યા તરણેતર) સહીત અનેક સંતો મહંતો હાજર રહેશે. અને આ સમૂહલગ્નમાં દાતાઓના સહયોગથી દીકરીઓને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે. આ પ્રસંગમાં સમાજના લોકોને મોટી સંખ્યામાં આવવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહ લગ્ન સમિતિની ટિમ જહેમત ઉઠાવી રહી છે.






Latest News