મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાનું હળવદ માર્કેટ યાર્ડ સતત બીજા દિવસે ખંડણીખોરના ત્રાસના વિરોધમાં બંધ


SHARE







મોરબી જીલ્લાનું હળવદ માર્કેટ યાર્ડ સતત બીજા દિવસે ખંડણીખોરના ત્રાસના વિરોધમાં બંધ

મોરબી જીલ્લાના હળવદ માર્કેટ યાર્ડના વેપારી પાસેથી અગાઉ ૯૦ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને બાદમાં તે જ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ગઇકાલે હળવદ માર્કેટ યાર્ડમાં વેપારીઓ દ્વારા હરરાજી બંધ રાખવામા આવી હતી અને આજે સતત બીજા દિવસે પણ વેપારીઓ દ્વારા હરરાજી બંધ રાખવામા આવી છે આમા ખંડણીખોરના ત્રાસના વિરોધમાં છેલ્લા બે દિવસથી હળવદ માર્કેટ યાર્ડમાં હરરાજી બંધ રાખવામા આવી રહી છે

હળવદ માર્કેટ યાર્ડમાં ગઇકાલથી વેપારીઓ દ્વારા ખંડણીખોરના ત્રાસના વિરોધમાં હરરાજીની કામગીરી અને વેપારીઓની દુકાનો બંધ કરવામાં આવી છે જેથી કરીને આ હડતાળ  સમેટાઇ તે માટે છેલ્લા બે દિવસથી હળવદ માર્કેટ યાર્ડના સત્તાધીશો અને સ્થાનિક પોલીસ દ્વારા વેપારીઓને સમજાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં પાનાં આજે હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓની હડતાળ ચાલુ છે અને આજે પણ ગઇકાલની જેમ જ હરરાજીની કામગીરી અને વેપારીઓની દુકાનો બંધ રાખવામા આવી છે

અત્રે ઉલેખનીય છે કે, હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર દુકાન ધરાવતા વેપારી જનકભાઈ ચૌહાણ પાસેથી ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના રહેવાસી જશપાલસિંહ ઝાલા દ્વારા અગાઉ ૯૦ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને ત્યારે જનકભાઈ ચૌહાણ દ્વારા ફરિયાદ પણ નોંધાવાઇ હતી તેમ છતાં ફરી પાછી જશપાલસિંહ ઝાલા દ્વારા તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા આરોપીની સામે કડક હાથે કામગીરી કરવામાં આવે તેવી હળવદ યાર્ડના વેપારીઓની માંગ છે અને ગઇકાલથી હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તમામ વેપારીઓ દ્વારા હરરાજીની કામગીરી બંધ રાખવામાં આવી છે અને હજુ સોમવારે પણ હળવદ માર્કેટિંગ યાર્ડમાં હરરાજીની કામગીરી શરૂ કરવામાં આવશે કે કેમ તે કહેવું મુશેક્લ છે 




Latest News