મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી : શ્રી જુના જાંબુડિયા પ્રાથમિક શાળામાં વયનિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી : શ્રી જુના જાંબુડિયા પ્રાથમિક શાળામાં વયનિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમ યોજાયો

શ્રી જુના જાંબુડિયા પ્રાથમિક શાળામાં તા.૪-૧૦-૨૫ ના રોજ શિક્ષક  જયંતીલાલ જુગતરામ વ્યાસએ તા.૩૦-૯-૨૫ ના રોજ નિવૃત્ત થયા.આ વયનિવૃત્તિ પ્રસંગે હૃદયસ્પર્શી વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય આનંદભાઈ ભોજાણી તથા સમગ્ર શિક્ષકમંડળના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યા દેવી માતા સરસ્વતીના ચરણોમાં દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી.

બાદમાં નિવૃત્ત શિક્ષક જયંતીલાલ જુગતરામ વ્યાસએ પોતાના લાંબા કારકિર્દી દરમિયાન મેળવેલા અનુભવો, વિદ્યાર્થીઓ પ્રત્યેની સમર્પિત ભાવના અને શૈક્ષણિક સેવા અંગે સૌને પ્રેરક સંદેશ આપ્યો. શાળાના શિક્ષકમિત્રો દ્વારા તેમને શાલ, શ્રીફળ અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓએ પણ ગીત, ભાષણ અને નાનકડા કાર્યક્રમો દ્વારા પોતાના પ્રિય શિક્ષક પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કર્યો હતો.અંતે સૌએ શિક્ષકશ્રીના સ્વસ્થ અને આનંદમય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી.કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક અંતાણી કુશકુમાર દિનેશચંદ્ર દ્વારા તથા આભાર વિધિ શાળાના શિક્ષક રાજેશભાઈ ખાંભરા દ્વારા કરવામાં આવ્યું હતુ.






Latest News