મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં એફએમ રેડિયો સ્ટેશન આપવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજુઆત


SHARE







મોરબીમાં એફએમ રેડિયો સ્ટેશન આપવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજુઆત

મોરબી જિલ્લામાં હાલ એકપણ સરકારી મનોરંજન સેવા (દૂરદર્શન કે ઓલ ઈન્ડિયા રેડિયો કેન્દ્ર) નથી ત્યારે મોરબી શહેરમાં એફએમ રેડિયો સ્ટેશન ફાળવવા અંગે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, સરકારના અનેક કાર્યક્રમોનું પ્રસારણ રેડિયો સ્ટેશન મારફતે કરવામાં આવે છે. પરંતુ મોરબીમાં કોઈ રેડિયો સ્ટેશન ન હોવાથી મોરબી જિલ્લાની 12 લાખથી વધુ જનતા આ લાભથી વંચિત રહી જાય છે. અગાઉ મોરબીમાં દૂરદર્શન કેન્દ્ર કાર્યરત હતું. તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરમાં એફ એમ રેડિયો સ્ટેશનની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં સિરામિક, ઘડિયાળ, પેપરમીલ સહિતના ઉદ્યોગ કેન્દ્ર હોવાથી ભારતભરમાંથી લોકો વેપાર માટે મોરબી આવતા હોય છે. જો મોરબી શહેરને એફએમ રેડિયો સ્ટેશન આપવામાં આવે તો આ લાભ મોરબીની જનતાને મળી શકે. જેથી મોરબીને એફએમ રેડિયો સ્ટેશન આપવામાં આવે તેવી માંગણી કરી છે. 






Latest News