પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા
મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો
SHARE
મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો
મોરબીના ગોર ખીજડીયા ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગામના સરપંચ ગૌતમ હરજીવનભાઈ મોરડિયાના હસ્તે રાષ્ટ્રધ્વજને ખુલ્લા આકાશમાં લહેરાવવામાં આવ્યો હતો ત્યાર બાદ વિદ્યાર્થીઓ અને ગામના લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશ માટે બલિદાન આપનાર શહીદ વીરોને વંદન કર્યા હતા. શાળા પરિસરમાં યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામજનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ ઉજવણીમાં દેશભક્તિ અને પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો.