મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ગણેશ ચતુર્થી ઉજવણી તહેવાર દરમિયાન વીજ તકેદારી રાખવા અપીલ


SHARE











મોરબીમાં ગણેશ ચતુર્થી ઉજવણી તહેવાર દરમિયાન વીજ તકેદારી રાખવા અપીલ

ગણેશ ચતુર્થી ઉજવણી દરમિયાન કોઈ વીજ અકસ્માત ન બને તે માટે વિવિધ તકેદારી રાખવા નાગરિકોને સાવચેત કરવામાં આવે છે અને મોરબી વર્તુળ કચેરી હેઠળની વિવિધ હળવા તથા ભારે દબાણની વીજલાઈનો શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થાય છે. જેથી તકેદારી રાખવા માટે જાહેર અપીલ કરવામાં આવેલ છે.

મોરબીમાં શ્રી ગણેશ મૂર્તિના આવકાર અને વિસર્જન દરમિયાન વીજ લાઈનની નીચેથી ખુબ જ વધુ ઊંચાઈ વાળી મૂર્તિ લઈ જવી નહી તેમજ વીજ લાઈનની નીચેથી પસાર થતી વખતે કોઈપણ વસ્તુથી વીજ લાઈનને ઉંચી કરવાનો પ્રયત્ન કરવો નહી. શ્રીગણેશ મૂર્તિના આગમન પેહલા, આયોજકો કે મંડળોએ રસ્તાઓનો સર્વે કરી જરૂર જણાય તો સંબધિત પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરી રસ્તામાં આવતી વીજ લાઈનની ઉચાઈની ખરાઈ કરીને તેને અનુરૂપ ગણેશજીની મૂર્તિ લઇ જવી અને હળવા કે ભારે દબાણની વીજલાઈનના ઈંડકશન ઝોનમાં આવવાથી કે વીજલાઈન અડકવાથી પ્રાણઘાતક તેમજ બિન્ન-પ્રાણઘાતક અકસ્માત થવાની સંભાવના રહેલ છે આથી શ્રીગણેશજીની મૂર્તિ, વીજ લાઈનથી સલામત અંતરે રાખી જે તે લાઈન નીચેથી પસાર કરવી અનિવાર્ય છે. 

મૂર્તિના પંડાલ તેમજ મંડપ ઇલેક્ટ્રિકલ નેટવર્ક (૧૧કેવી વીજ લાઈન, વીજ ટ્રાન્સફોર્મર વિગેરે)થી સલામત અંતરે રાખવા જરૂરી છે અન્યથા વીજઅકસ્માતની સંભાવના રહે છે. અને ભારે તેમજ મોટા વાહનો જેવાકે બસ, ટ્રક, હાઇડ્રોલીક ડમ્પર તથા ઉંચાઈ વાળા ભારે વાહનોને વીજ લાઈનની નીચે કે નજીક ઉભા રાખવા નહિ. ઉલ્લેખનીય છે કે જિંદગી અમુલ્ય છે તેને જોખમમાં ન મુકવી જોઈએ અને નાગરિકો ગણેશ ચતુર્થીના તહેવારને સલામતી પૂર્વક આનંદથી ઉજવણી માટે જરૂરી બાબતોની તકેદારી રાખવા પીજીવિસીએલ મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર ડી.આર. ઘાડિયા દ્વારા અપીલ કરવામાં આવે છે.






Latest News