મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં અકસ્માત સર્જીને બાળકીનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ


SHARE











મોરબીમાં અકસ્માત સર્જીને બાળકીનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ

મોરબી નજીક બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા દંપતીને ઇજા થયેલ હતો અને તેની દીકરીને ગંભરી ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવતાં બી ડિવિઝન પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં આવેલ ભીમસર વિસ્તારમાં રહેતા પીન્ટુભાઇ ચનાભાઈ પરમાર (30)એ ટ્રક નંબર જીજે 37 ટી 6990 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કે, ગત તા. 2/4 ના રોજ સાંજે પોણા આઠેક વાગ્યાના અરસરમાં ફરિયાદી તેના પત્ની અસ્મિતાબેન પીન્ટુભાઇ પરમાર (29) અને તેની દીકરી આયુષી પીન્ટુભાઇ પરમાર (7)ને પોતાના બાઇક નંબર જીજે 36 કયું 3770 ઉપર જઇ રહ્યા હતા ત્યારે મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે ટ્રક ચાલકે તેઓના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં પીન્ટુભાઇની 7 વર્ષની દીકરી આયુષીને માથામાં ગંભીર ઇજાઓ થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક બાળકીના પિતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી ટ્રક ચાલક કરાભા કરમણભા સુમણિયા (49) રહે. ગાયત્રી નગર મીઠાપુર દ્વારકા વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબી-વાંકાનેર હાઈવે બંધુનગર પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઇક સવાર યુવાનને પાછળથી અન્ય વાહનના ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્ત હાલતમાં મોહિતસિંગ (૨૯) રહે.બારાનગર ચિત્રા અમનપુર યુપી હાલ મોરબીને અત્રે નક્ષત્ર હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબી ખાતે રહેતા પરિવારનો સુર્યા (ઉમર ૧૪) નામનો યુવાન પોતાના પિતા પાછળ બાઈકમાં જતો હતો.ત્યાં માળિયા હાઇવે રામદેવ હોટલ પાસે બાઇક આડે કૂતરું ઉતરતા તે પડી ગયો હતો અને ઈજા થતાં સારવારમાં લાવવામાં આવ્યો હતો.તેમજ માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામ પાસે ટ્રક સાથે ટ્રક અથડાયો હતો.આ અકસ્માત બનાવમાં અલાઉદ્દીન નુરાઅલી જેડા (૩૯) રહે.નવાગામ વાડા વિસ્તાર તા.માળીયા મીંયાણા ને ઇજાઓ થતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News