સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બચુબાપાના અન્નક્ષેત્રએ આતંક મચાવનાર બંને આરોપીઓની ધરપકડ


SHARE





મોરબીમાં બચુબાપાના અન્નક્ષેત્રએ આતંક મચાવનાર બંને આરોપીઓની ધરપકડ

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર અન્નક્ષેત્રની જેમ ભૂખ્યાને ભોજન કરાવતા બચુબાપાને ત્યાં ગઇકાલે લુખ્ખાઓએ આંતક મચાવ્યો હતો જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને બંને આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર છેલ્લા ઘણા વર્ષોથી સુરજ બાગમાં બચુભાઇ ઉર્ફે બચુબાપા નારણભાઇ ગામી (81) અન્નક્ષેત્રની જેમ ભૂખ્યાને ભોજન કરાવે છે જો કે, બુધવારે બપોરે લૂખ્ખાતત્વ દ્વારા તેઓના અન્નક્ષેત્ર પાસે આવ્યા હતા અને ત્યા ફરીયાદી તથા સાહેદ નસીમબેન હાજર હતા તેઓને ગાળો આપી હતી અને છરી બતાવીને મારી નાખીશું તેવી ધમકી આપેલ હતી. અને બટેટા તથા મરચા વેર વીખેર કરી નાખ્યા હતા અને 300-400 નું નુકશાન કર્યું હતું જેથી કરીને ભોગ બનેલ વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મુસ્તાક ફતેમહમદ કટીયા રહે. રણછોડનગર મોરબી અને એઝાઝ મુસ્લિમ રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી મુસ્તાક ફતેમહમદ કટીયા (34) રહે. રણછોડનગર મોરબી અને એઝાઝ જિકરભાઈ મલા (22) રહે. રેલ્વે સ્ટેશન પાછળ ખારી વિસ્તાર મોરબી વાળાની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News