મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરૂ પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

મોરબી: વાંકાનેરના કોઠી ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ યજાયો, નવ દર્દીઓને આગળ રીફર કરાયા


SHARE











મોરબી: વાંકાનેરના કોઠી ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ યજાયો, નવ દર્દીઓને આગળ રીફર કરાયા

જિલ્લા વિકાસ અધિકારી મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબીનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી વાંકાનેર તથા GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ રાખવામાં આવેલ હતો.

ઉપરોક્ત સ્ક્રીનીંગ કેમ્પને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન સરોજબેન વાઘજીભાઈ અને જીલ્લા પંચાયતના સદસ્ય નવઘણભાઈ મેઘાણી તેમજ અશ્વિનભાઈ મેઘાણી દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરેલ અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો, આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટનાં નિષ્ણાંત કેન્સર રોગનાં ડોક્ટર દ્વારા કુલ ૧૪૨ દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ, જેમાં ઓરલ કેન્સર અંગેનું કુલ ૪૨ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ તથા બ્રેસ્ટ કેન્સર અંગેનું કુલ ૪૦ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ, અને સર્વાઈકલ કેન્સર નાં કુલ ૧૯ લોકોનું અને અન્ય ૪૧ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ.

આ સ્ક્રીનીંગમાંથી વધુ સારવાર માટેનાં ૯ દર્દીઓને રીફર કરવામાં આવેલ તથા સર્વાઈકલ કેન્સર અંગેના સેમ્પલ પણ કલેક્શન કરવામાં આવેલ. આ કેમ્પમાં આરોગ્ય શાખા નાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય શાહ, જિલ્લા IEC અધિકારી સંઘાણીભાઈ,NCD DPC ડો.ગૌરવભાઈ બારોટ, તાલુકા હેલ્થ ઓફિસર વાંકાનેર ડો.શેરશીયા સાહેબ, મેડીકલ ઓફિસરશ્રી ડો.સાહિસ્તા કડીવાર, વાંકાનેર તાલુકા સુપરવાઈઝર શ્રી માથકીયાભાઈ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠીના આરોગ્ય કર્મચારીશ્રીઓએ જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.






Latest News