મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના રાયસંગપર ગામ નજીકથી જામગરી બંદૂક સાથે એક પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વૃદ્ધનો આપઘાત: મૃતકની પત્નીએ સુસાઇટ નોટ આધારે કરી 15 સામે ફરિયાદ, ચારની ધરપકડ


SHARE











મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વૃદ્ધનો આપઘાત: મૃતકની પત્નીએ સુસાઇટ નોટ આધારે કરી 15 સામે ફરિયાદ, ચારની ધરપકડ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ આરાધના સોસાયટીમાં રહેતા વૃદ્ધે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જો કે, આપઘાત કરતા પહેલા વૃદ્ધે ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી હતી જેના આધારે મૃતક વૃદ્ધના પત્ની દ્વારા 15 શખ્સોની સામે તેના પતિને મરવા મજબૂર કરવાની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને હાલમાં ચાર આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના ચરાડવા ગામના રહેવાથી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ આરાધના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હરેશભાઈ કાંતિભાઈ સાયતા નામના વૃદ્ધે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના પત્ની જ્યોતિબેન હરેશભાઈ સાયતા (58)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 15 વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું હતું કે, તેના પતિએ અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધેલા હતા જેની વ્યાજે રૂપિયા આપનારા શખ્સો દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જે માનસિક ત્રાસ્તિ કંટાળીને તેના પતિ દ્વારા પોતાના ઘરની અંદર ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે જોકે મૃતકે આપઘાત કરતા પહેલા ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી હતી જેના આધારે મૃતકના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતકના પત્નીએ નોંધાવેલ ફરિયાદમાં જે 15 શખ્સો સામે ગુનો નોંધાયો છે તેમાં યશવંતસિંહ રાણા, રાજભા અંકુર સોસાયટી, ભીખાભાઈ ઉર્ફે અમૃતલાલ લાલજીભાઈ ભોજાણી, નરેન્દ્ર ભાઈ લાલજીભાઈ ભોજાણી, યોગેશભાઈ મિસ્ત્રી, સવજીભાઈ ફેફરભાઈ પટેલ, વનરાજસિંહ, નવીનભાઈ હીરાભાઈ, મહાવીરસિંહ, ભાવેશભાઈ કારીયા, સમીરભાઈ પંડ્યા, લલિત મીરાણી, ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા, જગાભાઈ દેવરાજભાઈ ઠક્કર અને કલ્પેશભાઈ જગાભાઈ ઠક્કરનો સમાવેશ થાય છે અને આ 15 શખ્સો પૈકીના ભીખાભાઈ ઉર્ફે અમૃતલાલ લાલજીભાઈ ભોજાણી (61) રહે. શનાળા રોડ માણેક સોસાયટી મોરબી, નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી (58) રહે. શનાળા રોડ માણેક સોસાયટી મોરબી, ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા (61) રહે. શનાળા રોડ મોરબી અને જગદીશ ઉર્ફે જગાભાઈ દેવરાજભાઈ ઠક્કર (65) રહે. મોરબી વાળાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News