મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

જીવનમાં ધડતર અને ગણતર વગરનું ભણતર નકામું: જૈનાચાર્ય રશ્મિરત્નસૂરી 


SHARE











જીવનમાં ધડતર અને ગણતર વગરનું ભણતર નકામું: જૈનાચાર્ય રશ્મિરત્નસૂરી 

ટંકારા જૈન શ્વેતાંબર સંઘમાં મોરબીથી વિહાર કરીને પધારેલ આજીવન ગુરુ ગુણ ચરણોપાસક શ્રીમણીગણનાયક આચાર્ય રશ્મિરત્ન સૂરીશ્વરજી મા.સા. આદિ ૧૫ સાધુ ભગવંતોની પધરામણી થઈ અક્ષતની ગહુંલી કાઢી સ્વાગત કર્યું હતું અને ૫૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મોરબી સમસ્ત જૈન સંઘ અને ટંકારા જૈન સંઘના ઉપક્રમે ચૈત્ર માસની શાશ્વત ઓળી જૈનઆચાર્યની નિશ્રામાં યોજવામાં આવી હતી જેના લાભાર્થી દિનાબેન દિલીપભાઈ સવંતભાઈ સુતરીયા પરિવાર સિધ્ધાર્થ ક્વાર્ટઝે સુંદર લાભ લીધો હતો ૫૫૦ આરાધકો ટંકારાના ૪૮ આરાધકો હતા. આમનું રવિવારે બપોરે જાહેર સભા દરમિયાન તિલક હાર કવરથી બહુમાન કરાયું હતી અને તપસ્વી અમર રહોના ગગનભેદી નાદ દેરાસરમાં ગુંજી ઉઠયા હતા ત્યારે ૪૮ તપસ્વીઓમાં ૧૫ સ્થાનકવાસી ૧૫ દેરાવાસી ૧ યતી અને ૧૨ અજૈન આરાધકોએ  ભાવથી ૧૦ આયંબિલની તપસ્યા કરેલ હતી

પ્રવચન વેળાએ રામાયણમાં સંસ્કૃતિનો સંદેશ વિષય પર જૈનાચાર્ય રશ્મિરત્નસૂરી મા.સા  દ્વારા જાહેર પ્રવચન આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે રામાયણ સંસ્કૃતિની ગંગોત્રી છે સંસ્કારોની પાઠશાળા છે રામાયણથી જીવન જીવવાની કળા શીખવા મળે છે રામનો વિનયભરતનો ત્યાગલક્ષ્મણનો ભ્રાતૂપ્રેમસીતાનું સતીત્વ હનુમાનજીની સ્વામીભક્તિ લવકુશની પિતૃ ભક્તિ આદિનું વર્ણન કરી કહ્યું કે દ્રોપદી ન બોલ્યા હોત તો મહાભારત ન થઈ હોત અને સીતાજી બોલ્યા હોત તો રામાયણ ન થઈ હોતયુદ્ધ ભૂમિમાં છેલ્લો શ્વાસ લેતા રાવણનો ગહન સંદેશ હતો કે ઉતાવળે કામ ન કરો કર્યું હોય તો સાદા સરળ અને સાત્વિક માણસોની સલાહ માની પાછા ફરવું અને સારા કામમાં ઢીલ ન કરવી. ટંકારાથી વિહાર કરી પૂજ્ય આચાર્ય ભગવાનશ્રી આદિથાણા મોરબી ટંકારામાં આયંબિલ ઓળી કરાવી રાજકોટ પહોંચશે ત્યાં આગામી ૧૨ એપ્રિલથી ૧૬ એપ્રિલ જાગનાથમાં અનેક આયોજન અનુષ્ઠાનો કરાવી સુરત તરફ પ્રયાણ કરશે.






Latest News