મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે નિરણની ગાડી પતરાને અડી જતા બોલી બઘડાટી, સામસામે મારામારીમાં ત્રણને ઇજા


SHARE







મોરબીના સામાકાંઠે નિરણની ગાડી પતરાને અડી જતા બોલી બઘડાટી, સામસામે મારામારીમાં ત્રણને ઇજા

મોરબીના સામાકાંઠે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કુબેર ટોકીઝની પાછળના ભાગે મફચપરા વિસ્તારમાં ઢોરને ખવડાવવા માટેની નિરણની ગાડી આવી હોય અને તે ગાડી બાજુના મકાનવાળા વ્યક્તિના પતરાને અડી જતા સામાન્ય નુકસાની પહોંચી હતી તે નજીવી વાતને લઈને બે પરિવારો વચ્ચે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.

જેમાં મોરબીના સામાકાંઠે જુની કુબેર ટોકીઝના પાછળના ભાગે આવેલ મફતપરા વિસ્તારમાં રહેતા અર્જુન ત્રિવેણીભાઈ શર્મા (ઉમર ૨૪) ને ઇજા પહોંચી હતી અને સામેના પક્ષના મોહન રાણાભાઇ ગમારા (ઉમર ૧૬) અને ગોવિંદભાઈ રાણાભાઇ ગમારા (ઉમર ૧૯) નામના બે ભાઈઓને ઇજા પહોંચી હતી જેના પગલે ત્રણેયને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં બનાવ સંદર્ભે હોસ્પિટલ તરફથી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ અંગે આગળની વધુ તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

આધેડ મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે ક્રાંતિજ્યોત પાર્ક વિસ્તારમાં રહેતા સમતાબેન ઘનશ્યામભાઈ લો નામના ૫૭ વર્ષના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને ભરતનગર ગામ તરફથી ખોખરા હનુમાન મંદિરના રસ્તેથી જતા હતા ત્યારે રસ્તામાં આવેલ વણાંકમાં તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા સમતાબેન ઘનશ્યામભાઈ લો નામના આધેડ મહિલાને પડી જવાથી ઇજાઓ પહોંચી હતી અને જેથી કરીને તેમને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

ફીનાઇલ પી જતા સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાટરમાં રહેતા ટીનાબેન સહદેવભાઈ સોલંકી નામની ૩૫ વર્ષીય મહિલા કોઈ કારણોસર તેઓના ઘેર ફીનાઈલ પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા તેમ જણાવીને મોરબી સિવિલ હોસ્પિટલના તબીબ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા બનાવ અંગે તપાસ માટે હોસ્પિટલે જતા ટીનાબેન નામની મહિલા હોસ્પીટલે કોઈને કંઈ કહેયા કે રજા લીધા વગર જ હોસ્પિટલેથી ચાલ્યા ગયા હોવાનું ખુલ્યું હતું..!






Latest News