વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

વાહ મોરબી : સામાન્ય પરિવારમાં એકથી વધુ દીકરીઓ હોય તો બીજી દીકરીની ૫૦ ટકા અને ત્રીજી દીકરીની સંપૂર્ણ ફી માફી


SHARE











વાહ મોરબી : સામાન્ય પરિવારમાં એકથી વધુ દીકરીઓ હોય તો બીજી દીકરીની ૫૦ ટકા અને ત્રીજી દીકરીની સંપૂર્ણ ફી માફી

પિતા વગરના બાળકોને દાતાઓના સહયોગથી શિક્ષણ ફ્રી આપવામાં આવશે: સાંસદ વિનોદભાઇ ચાવડા અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા

મોરબી ખાતે વર્ષ ૨૦૦૧ માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયમાં નવા વર્ગખંડનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ વર્ગખંડ ડો.બાબાસાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી અને આજીવન સભ્યના સભ્યો આયુષમાન કેશવલાલ રામજીભાઈ ચાવડાએ પોતાના પિતાના સમર્પણમાં બનાવેલ છે.હાલ આ શાળામાં ગરીબ અને પછાતવર્ગના બાળકો કેજીથી ધોરણ ૮ સુધી અભ્યાસ કરે છે જેમાં વધારો કરી આગામી વર્ષથી ધોરણ ૯ અને ૧૦ નો સમાવેશ કરવા માટે ટ્રસ્ટીઓ તૈયારીઓ કરી રહ્યા છે. જેના ભાગ રૂપે દાતાઓના સહયોગથી હજુ નવા ત્રણ વર્ગખંડોનું નિર્માણ કરાઍે.આ લોકાર્પણ કાર્યક્રમમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, રામધન આશ્રમ મહેન્દ્રનગર મહંત ભાવેશ્વરીબેન, કષ્ટભંજન હનુમાન આશ્રમ નાની મોલડીના મહંત સીતારામ બાપુ, સંત કબીર આશ્રમ કરસનદાસ સાહેબ, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રિશીપભાઇ કૈલા અને ભાવેશભાઇ કંઝારીયા, જિલ્લા પંચાયત સદસ્યા હંસાબેન પારઘી, યુવા નેતા પ્રેગ્નેશભાઇ વાઘેલા, નગરપાલિકા સદસ્યા ભાનુબેન નગવાડિયા, નગરપાલિકાના માજી પ્રમુખ રવજી સોલંકી, સામાજિક અગ્રણી મનુભાઇ સારેસા સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખ જમનાદાસ ટપુભાઈ પરમાર, મંત્રી કેશવલાલ ચાવડા, ટ્રસ્ટી વલ્લભદાસ પરમાર અને સભ્ય વિઠ્ઠલભાઈ મોતીભાઈ ચાવડા, જીતુભાઇ ભગવાનજીભાઈ ચૌહાણ, નિલેષભાઇ ભીમજીભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રભાઇ દેવજીભાઈ મકવાણા, રામજીભાઈ માવજીભાઈ પરમાર, ડૉ.પરેશ માલજીભાઈ પારીઆએ જહેમત ઉઠાવી હતી.

આગમી શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ એજન્ડા   

આ શાળાના ટ્રસ્ટી મંડળ દ્રારા આગામી વર્ષ માટે અમુક એજન્ડા તૈયાર કરવામાં આલેલ છે જેમાં મુખત્વે પિતા વગરના બાળકોને દાતાઓના સહયોગથી શિક્ષણ ફ્રી આપવામાં આવશે, પિતાને લાંબી બીમારી હોય કે અન્ય કારણોસર બાળકને ભણાવવા માટે સક્ષમ ન હોય તો તેવા બાળકોને દાતાઓના સહયોગથી ફ્રી શિક્ષણ અપાશે, શાળામાં ભણાવતા શિક્ષકોના બાળકોને ફ્રી શિક્ષણ આપશે જેનો ખર્ચ સંસ્થા ભોગવશે, સામાન્ય પરિવારમાં એકથી વધુ દીકરીઓ હોય તો બીજી દીકરીની ૫૦ ટકા ફી માફી અને ત્રીજી દીકરીની સંપૂર્ણ ફી માફી કરવામાં આવશે, નબળા બાળકોને સ્કૂલ બાદના સમયે ફ્રી ટ્યુશન અપાશે જેનો ખર્ચ સંસ્થા ભોગવશે, સંસ્થા શિક્ષકોને અન્ય નામાંકીત શાળાઓમાં ટ્રેનિંગ અપાવશે, સંસ્થા દ્વારા મહિલાઓને રોજગાર મળે એ હેતુસર નજીવા દરે સીવણ ક્લાસ તેમજ પાર્લર ક્લાસ શરૂ કરાશે, સંસ્થા દર વર્ષે ગરીબ કન્યાઓના લગ્ન પણ કરાવશે, સમાજ ઉત્થાન માટેના કાર્યોમાં યુવાનો વધુ રસ રહે તે હેતુસર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિદ્યાલય વિકાસ સમિતિની રચના કરાશે જેમાં યુવાનોને સામેલ કરાશે.સંસ્થા દ્વારા શિક્ષણ સહાય કેન્દ્ર પણ શરૂ કરાશે






Latest News