મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા
Breaking news
Morbi Today

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરાયેલા ત્રણ પૈકીનાં એક સહિત બે ચોરાઉ બાઇક સાથે બે શખ્સ પકડાયા


SHARE











મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરાયેલા ત્રણ પૈકીનાં એક સહિત બે ચોરાઉ બાઇક સાથે બે શખ્સ પકડાયા

મોરબીના જુદા જુદા વિસ્તારમાંથી બાઈક ચોરીની ઘટનાઓ બનતી હોય છે તેવી જ રીતે મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ હોય ભોંયવાડા, ત્રિકોણબાગ પાર્કિંગ અને લાતી પ્લોટ વિસ્તારમાંથી સમયાંતરે જુદા જુદા ત્રણ બાઇકની ચોરી કરવામાં આવી હતી તે પૈકીનાં એક સહિત બે ચોરાઉ બાઇક સાથે એ ડિવિઝન પોલીસે બે શખ્સની ધરપકડ કરલે છે

જાણવા મળતી વિગત મુજબ મોરબીના સનાળા ગામે રહેતા મનીષભાઈ રમેશભાઈ સુવારીયા જાતે પટેલ (૩૨)એ મોરબીના લાતી પ્લોટ શેરી નંબર -૬ માં પોતાનું બાઈક નં જીજે ૩ ડીજી ૨૧૩૦ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હોય હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે તો મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ ભોંયવાડામાં રહેતા ધર્મેશભાઈ મોહનભાઈ સરવૈયા જાતે ભાવસાર (૪૯)એ પોતાના ઘર પાસે શેરીમાં તેનું બાઈક નં જીજે ૩ આરઆર ૭૪૩૩ પાર્ક કરીને મૂક્યું હતું જે ૧૫,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે

મોરબી નજીકના રવાપર ગામ પાસે બોનીપાર્કમાં આવેલ ગોરધન પેલેસમાં રહેતા મેહુલભાઈ કનૈયાલાલ ગ્વાલાણી જાતે સિંધી લોહાણા (૨૬) એ મોરબીના ત્રિકોણબાગ પાર્કિંગમાં પોતાનું બાઈક નંબર જીજે ૩ બીપી ૦૬૨૭ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવ્યું હતું જેથી તેને ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે આ ચોરાઉ બાઇક સાથે મોરબીની વાવડી ચોકડી પાસેથી છગનભાઇ કરશનભાઇ વાધેલા (૨૮) રહે. રેલ્વેસ્ટેશન રોડ ફુટપાથ ઉપર મોરબી મુળ રહે. વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે આ શખ્સની સામે ચોરી સહિત કુલ મળીને ૭ ગુના નોંધાયેલ છે તેવી જ રીતે નંબર પ્લેટ વગરના બાઈક સાથે રાજપર ચોકડી પાસેથી વિક્રમસિંહ જીવુભા ઝાલા (૪૦) રહે. પંચાસર વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા તે ચોરાઉ બાઇક હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ચોરાઉ બાઇક સાથે તેની ધરપકડ કરેલ છે






Latest News