અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે ઉજવાયો માતૃ-પિતૃ પૂજન દિવસ


SHARE





મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે ઉજવાયો માતૃ-પિતૃ પૂજન દિવસ

મોરબીના સામાકાંઠે કેસર બાગ પાસે આવેલ જાણીતી સાર્થક વિદ્યામંદિર ખાતે ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે નહીં પરંતુ માતૃ-પિતૃ પૂજન દિવસ અને તે નિમિત્તે માતૃ-પિતૃ પૂજન દિવસ ઉજવાયો હતો.આજે જ્યારે સર્વત્ર પશ્ચિમી રંગથી લોકો રંગાઈ રહ્યા છે ત્યારે પોતાની ભારતીય સંસ્કૃતિને સૌ ઓળખે, જાણે અને અપનાવે તેમજ આવનારી પેઢી સમાન બાળકોમાં પણ તે સંસ્કારો ઉતરે તેવા ઉંમદા હેતુથી પશ્ચિમી અનુકરણ કરવાને બદલે દેશને સાચી સંસ્કૃતિ સમાન માતા-પિતાનું બાળકો પૂજન કરે તે હેતુથી ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે ને માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે અનોખી ઉજવણી કરવાનો શિશુ મંદિર તેમજ સાર્થક વિદ્યામંદિરે ચિલો ચાતર્યો હોય અને તે મુજબ હવે અનેક શાળાઓ પણ આ પ્રકારે ઉજવણી કરતી થઈ છે ત્યારે સાર્થક વિદ્યા મંદિર ખાતે પણ માતૃ-પિતૃ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા તે ઉપરાંત જે વાલીઓ પોતે શાળાએ ન આવી શક્યા હોય તેવા વાલીઓ પોતાના બાળકોના દ્વારા પૂજન કરાવીને તેના ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરીને પણ શાળાને ટેગ કરી શકે તેવા પ્રકારની અપીલ કરાવીને આ મુહીમને આગળ વધારવામાં આવે તેવી અપીલ કરી હતી.શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ તથા સ્ટાફ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News