મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના જશાપર ગામ પાસેથી નવા નીકળતા બાયપાસ રોડનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ: આક્રોશ રેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યું


SHARE





માળિયા (મી)ના જશાપર ગામ પાસેથી નવા નીકળતા બાયપાસ રોડનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ: આક્રોશ રેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યું

 ​​​​​માળિયા (મી)ના જશાપર ગામ પાસેથી બાયપાસ નીકળે છે જેના વિરોધમાં ખેડૂતોએ આક્રોશ રેલી યોજી હતી અને મોરબીના કલેકટરને આવેદન પાઠવ્યું હતું અને માળિયા-પીપળિયા માર્ગ જશાપર ગામની સીમમાંથી પસાર થવાની શક્યતા છે જેથી નવા બાયપાસ રોડના જમીન સંપાદન સામે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવેલ છે. અને રોડના કામથી ખેડૂતોને બહુ જ મોટા પ્રમાણમા નુકશાન થાય તેમ છે.

હાલમાં ખેડૂતોએ જે આવેદનપત્ર આપાયું છે જેમાં જણાવ્યુ છે કે, જવાબદાર અધિકારી પાસેથી જાણવા મળ્યું છે કે, મોટીબરાર ગામ પાસે આવેલા વળાંકને ટાળવા માટે નવો રોડ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. જો કે, પીપળિયા ચાર રસ્તાથી માળિયા સુધીનો જૂનો હાઇવે પહેલેથી જ અસ્તિત્વમાં છે અને તેના નવીનીકરણ માટે જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને કપાતનું આંશિક વળતર જુલાઈ 2022 ના રોજ ચૂકવાઈ ગયું છે. હાલની જમીન સંપાદન અને નવા બનવા જઈ રહેલા રોડ વચ્ચે માત્ર એકાદ કિલોમીટરથી પણ ઓછું અંતર છે. અને લંબાઈમાં પણ નજીવો ફેરફાર છે જેથી જૂના રોડ ચાલુ હોવા છતાં નવો બાયપાસ કાઢવાનો કોઈ અર્થ નથી તેવી ખેડૂતોએ રજૂઆત કરી છે.

વધુમાં જસાપર ગામના ખેડૂતોએ એવી પણ રજૂઆત કરી છે કે, આ નવા પ્રોજેક્ટને કારણે ખેડૂતોની આજીવિકા પર સીધી અસર થશે. અને સંપૂર્ણપણે ખેતી પર આધારિત હોય તેવા 15 જેટલા ખેડૂતોની આસરે 101 વીઘા જમીન આ નવા બાયપાસની કપાતમાં જશે. અને જે ખેડૂતોની થોડી ઘણી જમીન રહેશે તે બિન-ઉપયોગી બની જશે. અને નવો રોડ બનાવથી વરસાદી પાણીનો ભરાવો થવાથી 500 થી વધુ વીઘા ખેતીલાયક જમીન ડૂબમાં જાય તેવી શક્યતા છે. અને ખેડૂતોની ખેતી તેમજ ખેડૂત બંને ખતમ થઈ જશે. તેવી લાગણી વ્યક્ત કરેલ છે. અને ખેડૂત ખાતેદારોની સહીઓ સાથે નવો પ્રસ્તાવિત રોડ રદ્દ કરીને તેની જગ્યાએ જૂના રોડને જ વિસ્તૃત કરવા પ્રબળ માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અને જો નવો બાયપાસ રદ નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અને આ બાબતે કલેક્ટરે જણાવ્યુ હતું કે, માળિયા-પીપળિયા નેશનલ હાઇવેના પ્રપોઝ્ડ રોડ બાબતે જસાપરના ખેડૂતો રજૂઆત કરવા માટે આવ્યા હતા અને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને ખેડૂતોની રજૂઆતથી વાકેફ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.




Latest News