મોરબીના આંદરણા ગામે 7.36 લાખના રોકડ-દાગીનાની ચોરીના ગુનામાં એમપીની ગેંગના બે સાગરીત 4.53 લાખના મુદામાલ સાથે પકડાયા: 3 ની શોધખોળ મોરબીમાં ઘરે સીડી ઉતરતા સમયે પાણીના ટાંકામાં પડી ગયેલ 7 વર્ષના બાળકનું મોત હળવદના ભાલગામડા ગામે ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા સહિત 2.50 લાખના મુદ્દામાલની ચોરી મોરબીમાં જુગારની જુદાજુદા સ્થળે બે રેડમાં 7 શખ્સ 35,300 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં ઇન્સ્ટગ્રામમાં મેસેજ કરીને પતિને પૂછનારી પત્નીને પટ્ટા વડે શરીરે અને માથામાં માર માર્યો હળવદના ચરડવા ગામનો બનાવ: કોઇની સાથે ફોન ઉપર વાત કરતી પત્નીને પતિએ ઠપકો આપતા મહિલાએ મોત મીઠું કર્યું હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુકાંઠા સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ


SHARE







મોરબીમાં મચ્છુકાંઠા સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ 

મોરબીમા સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિ બિરદાવવા માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ રવિવાર તા 21 ના રોજ અને 5 કલાકે  લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ સમરસ ભવન ખાતે યોજાશે. જેમાં સંતો-મહંતો, અધિકારી અને આગેવાનો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપશે.

મોરબીમાં રબારી સમાજના તેજસ્વી છાત્રોને સન્માનિત કરવા માટે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ તકે જગદગુરુ નિર્મોહી પીઠાધીશ્વર અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 કનીરામદાસજી મહારાજ (શ્રી વડવાળા મંદિર, દુધરેજધામ), મેઘ મંડલેશ્વર રામબાલકદાસજી બાપુ (કોઠારી, શ્રી વડવાળા મંદિર, દુધઈ) તથા બંસીદાસજી બાપુ (કોઠારી, શ્રી આપાગીગાની જગ્યા, મેસરિયા) ઉપસ્થિત રહેવાના છે. તે ઉપરાંત સમાજના અધિકારીઓ અને રાજકીય આગેવાનો પણ હાજર રહેશે અને તેઓના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે સાથોસાથ સંતો મહંતો અને આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન આપવામાં આવશે.






Latest News