સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો


SHARE





હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો

હળવદ તાલુકાના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી 1632 બોટલ વળી આવતા 6,86,052 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સ્થળ ઉપર હાજર ન હોય તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જ્યારે મોરબીના વાંકડા ગામ પાસેથી મહેન્દ્ર કંપનીની 300 tuv કાર રેઢી મળી આવી હતી જેને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી 800 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂ અને કાર મળીને 5.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કારના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના રાણેકપર ગામના મહિલા સરપંચના પતિ તથા ગામના અગ્રણી રાજકુમાર ઉડેચાના કબજા વાળી દુકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં દુકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કોઈ મળીને 1632 બોટલો મળી આવતા પોલીસે 6,86,052 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજકુમાર ઉર્ફે રાજુ નવઘણભાઈ ઉડેચા રહે. રાણેકપર વાળાની સામે ગુનો નોધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી

મોરબી તાલુકાના વાંકડા ગામની સીમમાં કાચા રસ્તેથી મહેન્દ્ર કંપનીની નંબર પ્લેટ વગરની tuv 300 કાર રેઢી મળી આવી હતી અને તેમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેથી પોલીસ દ્વારા તે કારને ચેક કરવામાં આવતા તેમાંથી 800 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 1.60 લાખ રૂપિયાનો દારૂ તથા 4 લાખ રૂપિયાની કિંમતની ગાડી અનુકૂળ મળીને 5.60 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. જોકે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે કાર રેઢી મળી આવી હતી જેથી કરીને હાલમાં કારના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એસ. ઘેટિયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News