મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા મોરબીના ચાચાપર ગામે કારખાનાની કોલોનીમાં રહેતો યુવાન જમીને ઊભો થયા બાદ અચાનક ઉલટી થતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ


SHARE











મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાં હવે નારી શક્તિ પણ જોડાઈ છે અને આજથી ત્રણ મહિલાઓ દ્વારા અન્નનો ત્યાગ કરીને આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અગાઉ છ વ્યક્તિઓએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા અને હવે ત્રણ મહિલાઓ જોડાતા કુલ નવ વ્યક્તિઓ હાલમાં ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે આમરણાંત ઉપવાસ કરી રહી છે અને કામનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો નથી પરંતુ પૂરતું વળતર અને પહેલા વળતર આપવામાં આવે પછી જ તેઓના ખેતરમાં કામ કરવામાં આવે તેવી માંગ કાર વામાં આવી રહી છે. અને ખેડૂતો પહેલા જ દિવસથી તેની માંગ ઉપર મક્કમ છે.

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર હાલમાં ખાનગી વીજ કંપનીના વીજપોલ ઉભા કરવા માટેની કામગીરી ચાલી રહી છે તેની સાથોસાથ ઉભા થઈ ગયેલા વીજ પોલ ઉપર વીજ વાયર પાથરવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે જો કે, ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવતું નથી અને ખેડૂતોના ખેતીની જમીનને બહુ મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવતું હોય છે જેથી ખેડૂતોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે અને અગાઉ સ્થાનિક લેવલે તથા રાજ્ય સરકાર સુધી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ તે લોકોને પૂરતો ન્યાય મળ્યો નથી અને પૂરતું વળતર મળતું નથી જેથી મોરબી તાલુકાના જેતપર ગામે ગત તા. 18 થી ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

આ આમરણાંત ઉપવાસ આંદોલનમાં પહેલા દિવસે ગામમાં આવેલ મંદિરના મહંત કૈલાસગીરી, રતિલાલ શિવલાલભાઈ અમૃતિયા (રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ), નેહુલભાઈ ધીરજલાલ અમૃતિયા, રામજીભાઈ રામજીભાઈ ભાડજા અને નિલેશભાઈ એરવાડીયા દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમાં નિલેશભાઈ પ્રાણજીવનભાઈ અઘારા જોડાતા કુલ છ વ્યક્તિઓ આમરણાંત ઉપવાસ કરતાં હતા અને આજે આંદોલનના ત્રીજા દિવસે નારી શક્તિ પણ તેમાં જોડાયેલ છે જેમાં નિર્મળાબેન રામજીભાઈ અઘારા, દક્ષાબેન દીપકભાઈ અમૃતિયા અને મોતીમાં મગનભાઈ જાકાસણીયાનો સમાવેશ થાય છે આમ કુલ ત્રણ મહિલા સહિત કુલ નવ લોકો દ્વારા ખાનગી વીજ કંપની દ્વારા જે વળતર આપ્યા વગર દાદાગીરી કરીને તેઓના ખેતરની અંદર વીજ પોલ ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવે છે તેના વિરોધમાં આમરણાંત ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. અને જ્યાં સુધી તે લોકોની પૂરતા વળતરની અને પહેલા વળતરની માંગણી નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ આંદોલન ચાલુ રહેશે તેવું આગેવાનોએ જણાવ્યુ છે.






Latest News