મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબીની રાઈધ્રા પ્રાથમિક શાળાના આચાર્યએ ૩૪૮ સૂર્યનમસ્કાર કરી યોગ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું


SHARE





મોરબીની રાઈધ્રા પ્રાથમિક શાળાના આચાર્યએ ૩૪૮ સૂર્યનમસ્કાર કરી યોગ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું

મોરબીના ભક્તિ યોગ કેન્દ્ર અને વિનય કરાટે એકેડમી દ્વારા મોરબી ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગત તા.૧૨-૨ ના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતી નિમિત્તે ઓપન ગુજરાત સૂર્ય નમસ્કાર સ્પર્ધા મોરબી મુકામે અહિંના રવાપર ગામ પાસે આવેલા રામોજી ફાર્મમાં યોજાઇ હતી.જેમાં આશરે ૫૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેમાંથી વ્યાસ રાજેન્દ્રભાઇ અશોકભાઈ (આચાર્ય રાયધ્રા પ્રાથમિક શાળા-હળવદ) એ ૩૪૮ સૂર્ય નમસ્કાર કરીને દ્રિતીય સ્થાન પ્રાપ્ત કરીને રાયધ્રા પ્રા.શાળા તેમજ વ્યાસ પરીવારનું ગૌરવ વધાર્યું હોય તેમના મિત્ર મંડળ, શુભેચ્છકો અને સગા-સ્નેહીઓ દ્વારા તેઓને તેમના મોબાઈલ નંબર ૯૮૨૫૩ ૬૦૦૩૦ ઉપર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.સ્પર્ધાને સફળ બનાવવા માટે અહીંના વિનય કરાટે એકેડમીના વાલજીભાઈ ડાભી તેમજ ભક્તિ યોગ કેન્દ્રના સંચાલકોએ જહેમત ઉઠાવી હતી.




Latest News