મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પાડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં
Breaking news
Morbi Today

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન-રાજકોટ દ્વારા  તા.૧૪ થી ૨૧ ફેબ્રુઆરી  કાઉ હગ ડે નિમિત્તે સેલ્ફી કોન્ટેસ્ટનું આયોજન


SHARE









કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન-રાજકોટ દ્વારા  તા.૧૪ થી ૨૧ ફેબ્રુઆરી  કાઉ હગ ડે નિમિત્તે સેલ્ફી કોન્ટેસ્ટનું આયોજન

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન-રાજકોટ દ્વારા ‘કાઉ હગ ડે’ નિમિત્તે  ‘સેલ્ફી કોન્ટેસ્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. ૧૪ ફેબ્રુઆરી, ‘કાઉ હગ ડે’ નિમિત્તે ગૌમાતાને હગ કરી તેમજ અન્ય અબોલ જીવો પશુ, પક્ષીઓ સાથે તેમને પાણી પીવડાવી, ઘાસ, ચણ, રોટલી ખવડાવી તેની સેલ્ફી લઇને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન-રાજકોટ મોકલાવી શકો છો. કોન્ટેસ્ટમાં જે તે વ્યક્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સેલ્ફી મુકીને ‘karunafoundation’ ને ટેગ કરવાનું રહેશે. આ કોન્ટેસ્ટ તા.૧૪ ફેબ્રુઆરીથી ૨૧ ફેબ્રુઆરી સુધી આયોજિત થશે. આ અઠવાડિયા દરમિયાન કોઈ પણ વ્યક્તિ ભાગ લઇ શકશે. આ સ્પર્ધાનું પરિણામ ૨૨ ફેબ્રુઆરીનાં રોજ જાહેર થશે. સ્પર્ધામાં વિજેતા થનાર વ્યક્તિને આકર્ષક ઇનામો પ્રાપ્ત થશે અને ભાગ લેનાર સૌ ને લાકડાનો ચકલીનો માળો, બર્ડ ફીડર, પક્ષીનાં પાણી પીવાના રામપાતર, પુંઠાનો ચકલીનો માળો ઇનામમાં અપાશે. સૌ ને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન-રાજકોટની ઓફિસેથી "જનપથ"૨-તપોવન સોસાયટી કોર્નર,સરાઝા બેકરી પાસે, હોલીડે પ્લાઝા બિલ્ડીંગની સામે, અક્ષર માર્ગ મેઈન રોડ, રાજકોટથી ઇનામ કલેક્ટ કરી જવાના રહેશે. આ સ્પર્ધાનો સંપૂર્ણ આર્થિક સહયોગ ધીરેન્દ્રભાઈ કાનાબાર અને પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. આ સ્પર્ધાને સફળ બનાવવા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇનનાં મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ , ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ ભરતભાઇ મહેતા  સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.




Latest News